Wednesday, January 27, 2016

It required VSSM to write to the Chief Minister to get the ration cards for the Dafer families issued!!!

the Mamlatdar handing over the ration cards to
the Dafer families….
In the previous update we wrote about ration card applications by 27 Dafer families that had been pending for a year with the Surendranagar authorities. VSSM had facilitated the applications and was following up for all this period. The anchorage authorities always picked out one or the other issue with the application and kept delaying the matter. We were left with no option but to write to the highest authority in Gujarat for an extremely petty matter like ration card issuance. The Chief Minister forwarded the letter to Chief Secretary of Food and Civil Supplies Department and the District Collector of Surendranagar.

As if the authorities are waiting for orders from their superiors, VSSM’s Harshadbhai began receiving calls from the Mamlatdars of Limbdi, Wadhwan and Chotila blocks, asking him to bring the applicants to their office. On 22nd January 13 families from Ngara, Dedaadra and Lakshminagar were issued ration cards. When the families were asked to pay a visit to the office for one more time they weren’t really inclined to do so given the number of rounds they had already made. The negative attitude of the authorities had made them lose hope of receiving any ration cards, but on insistence of VSSM they agreed to go to the office one more time. They were handed over their cards on reaching the office. The poverty under which they survive entitles them to an Antyodaya or a BPL ration card but they have been issued APL cards. Nonetheless,  we shall be applying for BPL cards.
Dafer families with their ration cards

Gulabbhai Dafer immediately called after receiving the ration cards, his voice was ringing with happiness, “Ben, even if we wait for our entire lives none of our work would be done because no one likes us.  But you have stood by us and held our hand, we are sure all is going to be fine in our lives……” said a rather jubilant Gulabbhai.

We are thankful to the Chief Minister Smt. Anandiben Patel, Personal Secretary to CM, Surendranagar District Collector for supporting the cause of Dafers. We are also thankful to the Mamlatdar and his staff for the swiftness they portrayed and issued the ration cards in a single day. We hope they become instrumental in all such causes of the welfare of the lesser privileged. A few families yet have to receive their cards, we are positive they will be receiving their cards soon…

Dafer families with their ration cards
In the picture- Dafer families with their ration cards and the Mamlatdar handing over the ration cards to the Dafer families….

'તમે અમારો હાથ પકડ્યો છે ને હવે અમારા હારાવાના થવાના.’


સુરેન્દ્રનગર જીલ્લાના વિચરતી જાતિના ૨૭ પરિવારોને રેશનકાર્ડ મળે એ માટે vssm દ્વારા છેલ્લા એક વર્ષથી પ્રયત્નો થઈ રહ્યા હતાં. પણ સ્થાનિક અધિકારી દ્વારા એક યા બીજા બહાને આ કામને નકારવામાં આવતું હતું. કંટાળી અને થાકીને મુખ્યમંત્રી શ્રી સમક્ષ રજૂઆત કરી અને એમણે અગ્ર સચિવ અન્ન નાગરિક પુરવઠા અને કલેકટર સુરેન્દ્રનગરને આ સંદર્ભે vssm દ્વારા લખાયેલો પત્ર ફોરવર્ડ કર્યો.


બસ પછી તો લીંબડી, વઢવાણ અને ચોટીલા મામલતદાર શ્રીના ફોન vssmના કાર્યકર હર્ષદ પર આવ્યાં અને જેટલા પરિવારોની રેશનકાર્ડ માટે અરજી કરી હતી એ તમામ પરિવારોને લઈને આવવા કહ્યું. તા. ૨૨ જાન્યુઆરીના રોજ નગરા, દેદાદરા અને લક્ષ્મીસરમાં રહેતાં 13 ડફેર પરિવારોને રેશનકાર્ડ મળી પણ ગયાં. સવારે કચેરીએ આ પરિવારોને આવવા કહ્યું, ત્યારે આ પરિવારોએ પણ કેટલીયેવાર રેશનકાર્ડ માટે ધક્કા ખાધા હતાં પાછું એકવાર ફરી. આમ તો અધિકારીના વલણને જોઇને એમણે તો રેશનકાર્ડ મળવાની આશા જ છોડી દીધી હતી પણ એમને પાછો vssm પર ભરોષો પણ હતો. એટલે એ આવ્યાં અને કાર્ડ મળ્યાં. આમ તો એમની સ્થિતિ જોઇને એમને BPL કે અંત્યોદય કાર્ડ મળવા જોઈએ પણ એ તો ના આપ્યાં APL કાર્ડ આપ્યાં. ખેર BPL માટે કોશિશ કરીશું.

પણ કાર્ડ મળ્યાં કે તુરત ગુલાબભાઈ ડફેરે ફોન કર્યો, એમનાં અવાજમાં જ રેશનકાર્ડ મળ્યાંની ખુશીનો રણકો અનુભવાતો હતો. એમણે કહ્યું, ‘બેન અમારી આખી જિંદગી જાય તોય અમારા કામ ણા થાય. અમે કોઈને ગમીએ નહિ ને એટલે. પણ તમે અમારો હાથ પકડ્યો છે ને હવે અમારા હારાવાના થવાના.’

આ પરિવારોને રેશનકાર્ડ મળે એ માટે મદદરૂપ થનાર મુખ્યમંત્રી શ્રી આનંદીબહેન, એમનાં અંગત સચિવ શ્રી, કલેકટર સુરેન્દ્રનગર, અગ્ર સચિવ શ્રી સૌના આભારી છીએ. જયારે મામલતદાર અને એમનાં સ્ટાફના સૌએ એક દિવસમાં રેશનકાર્ડ ફાળવ્યા એ માટે એમનાં પ્રત્યે હર્ષની લાગણી અને કુદરત એમને આવા સારા કાર્યોમાં હંમેશાં નિમિત્ત બનાવે એવી પ્રાર્થના સાથે આભાર... હજુ કેટલાક પરિવાર બાકી છે આવતા અઠવાડિયા સુધી એમનું કામ પણ થશે એવી આશા છે.

ફોટોમાં vssmની મદદથી મળેલાં રેશનકાર્ડ સાથે ડફેર પરિવારો...
vssmની મદદથી મામલતદાર શ્રી હસ્તે રેશનકાર્ડ લઇ રહેતાં ડફેર પરિવારો


No comments:

Post a Comment