There is a very popular saying ‘where there is a will there is a way’ and if we were to reflect upon our experience we would always say that there is always a 'way' and the big question is that of a ‘will’.
A lot of issues relating to the nomadic tribes in Banaskatha have been lying unaddressed in the Collector’s office since quite some time. We briefed the newly transferred Collector Shri. Rana Saheb on this matter and his response was qui
te swift. He asked the authorities to move out of the office, visit the settlements and prepare a report after visiting the settlements.
We had filed applications for allotment of residential plots to the Bharthari families staying in Mahadeviya and Bhoyan villages of Deesa block. The circle officer Shri Kalaji Thakore was visiting these settlements following the orders of the collector. VSSM’s team member Ishwarbhai was accompanying Shri Kalaji to the settlement. Enroute to the settlement Kalajibhai suggested that to call up the revenue officer of Mahadeviya and ask him to remain present too.
Ishwarbhai suggested otherwise, ‘ the revenue officer will not be knowing that Bharthari families stay in Mhadeviya, so no use calling him!!’
‘it can not be so, he must be much aware of it’ was a confident reply fromKalajibhai.
‘Sir, we first go to the settlement, then to the Panchayat office, you may ask the Talati.’ suggested Ishawarbhai.
The both first went to the settlement.The families were staying in shades made of Sarees. The situation under which they survived pained Kalaji. The Bharthari men play a traditional musical instrument called Ravanhattha and earn from begging. ‘These families should be in the BPL list! tThey are the ones who truly deserve to benefit from the Garib Kalyan Mela…..’ Ishawarbhai had to remain quite cause it was Kalajibhai who kept speakign all the time. After meeting the families in the settlement the duo visited the Panchayat office.
‘Where do the “Pauaa’(dialect name of Bharthari) families stay in your village??’ inquired Kalajibhai to the Talati.
‘Sir, we do not have any such families staying here,’ replied a rather surprised Talati.
‘Aree, Pauaa means Bharthari, don’t they stay in this village??’ asked Kalajibhai.
‘No Sir, only two-three Vaghri families stay here, no other families from such castes!!’ replies Talati.
‘How long have you been in this village?? Not one or two but 20 families of Bharthari community stay here,’ a rather aggravated Kalajibhai replied.
‘Not possible Sir, wait let me ask the Sarpanch’ replied Talati.
‘There is no need to ask anyone, come along I will take you to the Bharthari settleement.’ said Kalaijibhai.
A rather speechless Talati sat in the car and accompanied Kalajibhai to the settlement.
‘Sir, they must have come here very recently, cause otherwise I would have known,’ was the Talati’s reply.
‘They have been here for last 40 years. These large neem trees have been nurtured by them,’ Kalajibhai said.
By now the Talati had lost his patience but was not bringing out in front of his boss.
‘Guys tell the truth, how long have you been staying here?’ he asked the Bharthari families rather curtly.
‘Sir, 40 years,’ was the unanimous reply.
‘Don't lie, tell me where were you born,’ he asked.
‘here, in Mahadeviya,’ was the reply.
‘tell the truth,’ says talati
‘we are telling the truth’ was the reply.
the Talati had nothing more to say or ask, fuming with anger he went and sat in the car.
‘Sir, they aren’t telling the truth, they are not living here for 40 years,’ he says to Kalajibhai.
‘Doesn’t matter, what if they came and built their shades yesterday, we have to give them plots so that they can build their houses on it, show us some land in the village which can be allowed to them. This is going to be one great deed of life, Talati Saheb,’ said Kakajibhai in a rather calm and composed tone.
Later he showed us three sites but all were very uneven so we refused. We have requested the authorities to allot them the very land on which they are living since last 4 decades. Lets see what happens next.
'Ishwar, you have reached to most marginalised people, I would be more than happy to help and support you in any manner,’ Kalajibhai said to Ishawarbhai after they were returning back to the town after dropping Talati at the panchayat.
The pictures showt the Bharthari families at their current address and Shri. Kalajibhai Thakor visiting the settlement.
‘હું તમારાં કોઈ પણ કામમાં મદદરૂપ થઇ શકું તો મને આનંદ થશે...’
બનાસકાંઠામાં વિચરતી જાતિના કેટલાંક પ્રશ્નો છેલ્લાં ઘણા વખતથી કલેકટર કચેરીમાં પડતર પડ્યા હતાં. આમ તો આ બધા પ્રશ્નો અધિકારી ગણની ચાહના હોય તો ઝડપથી ઉકલી જાય પણ સવાલ ચાહનાનો છે.. બનાસકાંઠામાં બદલી થઈને આવેલાં કલેકટર શ્રી રાણા સાહેબ સામે પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી એમણે સ્થાનિક તંત્રને સાબદું કરી દીધું છે, સૌ અધિકારીને ખુરશી છોડી વિચરતી જાતિની વસાહતમાં જઈ અહેવાલ આપવા કહ્યું છે..
ડીસા તાલુકાના મહાદેવીયા અને ભોયણગામમાં રહેતાં ભરથરી પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે આપણે માંગણી કરી હતી જેના પગલે શ્રી રાણા સાહેબની સુચનાથી ડીસાના સર્કલ ઓફીસર શ્રી કલાજી ઠાકોર આ પરિવારોની વિગતો મેળવવા વસાહતમાં આવ્યાં. એ વખતે અધિકારી તરીકે એમને રસપ્રદ અનુભવ થયો.
મહાદેવીયામાં ભરથરી પરિવારોની વસાહતમાં vssmના કાર્યકર ઈશ્વરભાઈ સાથે સર્કલ અધિકારી શ્રી કલાજી ઠાકોર જઈ રહ્યાં હતાં. એ વખતે ક્લાજીયે કહ્યું, ‘તલાટીને ફોન કરીએ એ પણ હાજર રહે.’
ઈશ્વરભાઈએ ક્લાજીને ફોન ન કરવાં જણાવ્યું ઈશ્વરભાઈએ કહ્યું સાહેબ, ‘તલાટીને ખબર જ નહિ હોય કે ભરથરી મહાદેવિયામાં રહે છે!’
‘આવું ના હોય ભાઈ એમને ખબર જ હશે’
‘સાહેબ આપણે પહેલાં વસાહતમાં જઈએ પછી પંચાયતમાં તલાટીને મળીશું ત્યારે તમે જ પૂછી લેજો’
એ પછી કલાજી અને ઈશ્વરભાઈ વસાહતમાં ગયા ભરથરી પરિવારોને મળ્યાં એમની સ્થિતિ જોઈ.. ભરથરી સાડીઓની આડાશ કરીને જે રીતે રહેતાં હતાં એ જોઇને કલાજી વિચલિત થઇ ગયાં ભરથરી પરિવારો રાવણહ્થ્થો વગાડી ભિક્ષા માંગીને ગુજારો કરતાં. એમને જોઇને ક્લાજીએ કહ્યું, ‘આ લોકો તો BPLમાં હોવા જોઈએ! ગરીબ કલ્યાણ મેળાના લાભ માટેના આ સાચા હકદારો છે..’ ઈશ્વરભાઈને કશું બોલવાનું જ નહોતું કલાજી પોતે જ બોલતાં જતાં હતાં. વસાહતના લોકોને મળી કલાજી પંચાયતમાં ગયાં.. જતાં વેત જ એમણે તલાટીને પૂછ્યું, ‘તમારાં ગામમાં પૌઆ (ભરથરીઓનું સ્થાનિક ઉપનામ) કઈ જગ્યા ઉપર રહે છે?’
તલાટીએ આશ્ચર્ય સાથે કહ્યું, ‘સાહેબ, અમારાં ગામમાં તો એવાં કોઈ જ રહેતાં નથી.’
‘અરે, પૌઆ એટલે ભરથરી. નથી રહેતાં?’
‘ના સાહેબ, અહીં તો એક બે વાઘરી પરિવારો રહે છે બસ. બાકી કોઈ જ ઈતર કોમ આ ગામમાં નથી રહેતી.’
‘કેટલાં વર્ષથી ગામમાં છો? મહાદેવિયામાં એક-બે ભરથરી નહીં પણ પૂરા ૨૦ પરિવારો રહે છે.’
‘ના ના સાહેબ, ઉભા રહો, હું સરપંચને પૂછી જોઉં.’
‘કોઈને પૂછવાની જરૂર નથી. મારી સાથે ચાલો હું ભરથરી વસાહત બતાવું.’
તલાટી કશું જ બોલ્યા વગર ગાડીમાં બેઠાં. ગાડી જેવી વસાહત નજીક પહોચી એટલે વળી તલાટી બોલ્યા, સાહેબ આ લોકો હમણાંથી આવ્યાં હશે બાકી મને ખબર હોય જ.’
’૪૦ વર્ષથી આ ગામમાં રહે છે.. એમની વસાહતમાં ઉભેલા લીમડાં એમણે મોટા કર્યા છે.’
તલાટીને સખ્ત ગુસ્સો આવતો હતો, વસાહતમાં પહોંચીને એ સીધાં ભરથરી પરિવારોને ધમકાવવાની ભાષામાં પૂછવા માંડ્યા, ‘અલ્યા હાચું બોલ, કેટલા વર્ષથી રહો છો?’
ભરથરી પરિવારોએ જવાબ આપ્યો, ‘સાહેબ, ૪૦ વર્ષથી’
‘અલ્યા જુઠું બોલો છો! બોલો તમારો જનમ ક્યાંનો?’
‘સાહેબ, ઓયનો - મહાદેવિયાનો...’
‘હાચું બોલો...’
‘હાચું જ બોલીએ છીએ સાહેબ’
ધુઆંપૂઆં થઇ ગયેલાં તલાટી પાસે કોઈ જવાબ નહોતો એ પાછા ગાડીમાં બેસી ગયા...અને કલાજીને કહ્યું, ‘સાહેબ આ સાચું નથી બોલતાં. એ અહિયાં ૪૦ વર્ષથી નથી રહેતાં.’
કલાજીએ કહ્યું, ‘કંઈ વાંધો નહિ એમણે ગઈ કાલે જ છાપરાં વાળ્યાં હોય તો પણ આપણે એમને રહેવાં ઘર મળે એ માટે જમીન આપવાની છે. ગામમાં સારી જગ્યા બતાવો જ્યાં એમને પ્લોટ આપી શકાય.. જીવનનું આ ઉત્તમ કાર્ય થશે તલાટી સાહેબ..’
એ પછી તલાટી શ્રી ત્રણ જગ્યા બતાવી પણ એ બધી ખૂબ ખાડા- ટેકરા વાળી હતી. આવી જગ્યા માટે ઈશ્વરભાઈએ ના પાડી, હાલમાં આ પરિવારો જ્યાં રહે છે એજ જગ્યા એમને આપવા આપણે વિનંતી કરી છે. જોઈએ શું થાય છે..
જમીન જોવાનો, વસાહતમાં લોકોને મળવાનો કાર્યક્રમ પતાવી તલાટીને પંચાયતમાં મુકીને કલાજી અને ઈશ્વરભાઈ પરત આવતાં હતાં ત્યારે કલાજીએ કહ્યું, ‘ઈશ્વર તમે લોકો સૌથી છેવાડે પહોચ્યા છો.. હું તમારાં કોઈ પણ કામમાં મદદરૂપ થઇ શકું તો મને આનંદ થશે...’
(૧) ફોટોમાં ભરથરી પરિવારો જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે
(૨) સર્કલ અધિકારી શ્રી કલાજી ઠાકોર વસાહતની મુલાકત વખતે..
No comments:
Post a Comment