Priyanka Bajaniya is a grade 3rd student staying with VSSM’s Doliya girls hostel. A few days back she fell ill with very high fever, the temperature was so high that we had to rush her to nearby hospital. At the hospital, even after the administering the required treatment the expected recovery did not happen hence Priyanka was moved to Dev hospital at Rajkot. Here, after a couple of days the temperature did come down but she began complaining of sever headache. This condition required attention of a specialist doctor. We took her to child specialist Dr. Vijay Kuti. Few more tests were done and the cause for the severe headache was detected. Infact the headache was so severe that it was impossible to watch her crying with pain. Priyanka took 10 days to recover. She is fine now but will be on medication for coming one year. According to the doctors had we been a bit late in bringing her to the hospital she might not be alive.
For the entire treatment the Dr. Nileshbhai and Dr. Vijaybhai have just taken the medication fees. The fees otherwise would be so high that it would be virtually impossible for Priyanka’s parents to afford it. The family comes from very poor economic conditions. The families from nomadic communities are hardly able to take the necessary care of their kids, the number of children each couple has are many, most of these kids are malnourished, have not been administered the necessary vaccines, the instances of disputes between the couples who are married at a very young age and grow up to be incompatible with each other are many, hence many a times the children are brought up by singe parent or grand parents. When a child grows up in ignorant and poor family environment she/he remains deprived of the required care.
‘When I saw Priyanka I was sure she would not survive, in mu wildest dream I would not have imagines to get her treated in such expensive hospitals. I have learnt a lot during my stay with Priyanka in the hospital. We had an instance in the family where we lost young son of the family to Rabies. Had we taken him to the hospital he would be alive, but we chose to take him to our witchdoctor. Recently, after almost 10 years of being biten by the dog, he had attack of rabies and died leaving behind a 2 year old son. We would have down the same thing with Priyanka had she been with us at home. But you all saved her, you took care of her and gave her the best possible treatment,’ this is what Priyanka’s father Kanubhai Bajaniya shared with us after the recovery of his daughter. We thank ourselves for being present to take care of Priyanka at the right moment but there are many such children in nomadic and other marginalised communities who do not get such required attention on time………
In the picture below is Priyanka and the condition her family lives
ગુજરાતીમાં અનુવાદ...
ડોળીયા હોસ્ટેલમાં ધોરણ ૩માં ભણતી પ્રિયંકા બજાણિયાને તાવ આવ્યો અમે એને હોસ્પિટલ લઇ ગયા. દવા આપી પણ કેમેય કરીને તાવ ના ઉતર્યો. રાજકોટ સ્થિત દેવ હોસ્પીટલમાં એને લઇ ગયા. ત્યાં એને ૪ દિવસ દાખલ કરી એને તાવ ઉતરી ગયો પણ એને માથું ખૂબ દુખે. એની તકલીફ જોઈ ન શકાય. એના માતા-પિતાની આર્થિક હાલત પણ ખરાબ. અમે એને બાળકોના ડોક્ટર વિજયભાઈ કુંટી પાસે લઇ ગયા. પ્રિયંકાના બધા ટેસ્ટ કરાવ્યા અંતે બીમારી ખબર પડી અને એ મુજબ સારવાર શરુ થઇ. તે ૧૦ દિવસ હોસ્પીટલમાં રહી. હવે એની તબિયત સારી છે પણ એની બમારીને ધ્યાનમાં રાખતા એને ૧ વર્ષ સુધી દવા લેવાની રેહેશે. ડોકટરે કહ્યું, ‘પ્રિયંકાને હોસ્પિટલ લાવવામાં થોડું મોડું થયું હોત તો કદાચ એ આપણી વચ્ચે ના હોત..’ આમ તો બધું કુદરત જ ગોઠવે છે પણ પ્રિયંકાના કેસથી અમે વિચરતી જાતિઓની એક કડવી વાસ્તવિકતા જોઈ..
વિચરતી જાતિના મોટાભાગનાની આર્થિક હાલત ખરાબ હોવાના કારણે તેઓ બાળકોના ઉછેર પાછળ વધુ ધ્યાન આપી શકતા નથી, ના સરખો પોષણ યુક્ત આહાર આપી શકે ના રસીકરણ થાય. વળી એમની ફેમીલી સાઈઝ પણ મોટી. બજાણીયા જ્ઞાતિમાં છૂટા-છેડાનું પ્રમાણ પણ વધારે. એટલે બહેનોમાં સંબધોની અસલામતીના કારણે કુટુંબ નિયોજનના ઓપરેશન માટે માનસિકતા જોવા ના મળે. આમ સમાજના આવા દુષણોના કારણે મોટાભાગના કિસ્સામાં બાળકોને ઘણું વેઠવાનું થતું હોય છે.
દેવ હોસ્પીટલના શ્રી નીલેશભાઈને ત્યાં પ્રિયંકા ૪ દિવસ રહી એમણે દવાના ખર્ચ પેટે રૂ.૪૬૦૦ અને એજ રીતે ડૉ. વિજયભાઈ એ પણ માત્ર દવાના રૂ.૨૧,૩૦૦ નું બીલ આપણને આપ્યું. જે આપણે ચૂકવ્યું.
પ્રિયંકાના પિતા કનુભાઈ કહે છે કે, પ્રિયંકાની હાલત જોઇને મને થયું કે, ‘એ નહી બચે. એની દવા માટે આટલા બધા પૈસા તો મારી પાસે ક્યાંથી હોય. તમે જે હોસ્પીટલમાં એને લઇ ગયા ત્યાં પ્રિયંકાને લઇ જવાનું તો હું સ્વપ્ને પણ ના વિચારું. પણ ૧૪ દિવસ પ્રિયંકા સાથે હોસ્પીટલમાં રહ્યો એ વખતે ઘણું શીખ્યો. મારા ભાઈનો છોકરો રાજુ ૧૦ વર્ષનો હતો ત્યારે એને કુતરું કરડેલું. એ વખતે માતાજીના ચોખાની બધા રાખી. એને ઇન્જેક્શન અપાવવાના હતા એ ના કર્યું. હમણાં એને હડકવા ઉપડ્યો. અમે બધાયે માન્યું કે, એ ભૂલથી ચોખા ખાઈ ગયો છે એટલે આ બધું થયું છે. અમે દવાખાને ના લઇ ગયા અને બે દિવસમાં જ એ મરી ગયો. રાજુને ૨ વર્ષનો નાનો દીકરો પણ છે. અમારી અણસમજ ના કારણે અમે એને ખોયો. એને દવાખાને લઇ ગયા હોત તો કદાચ એ બચી જાત. પણ આ સમજ પ્રિયંકાને હોસ્પીટલમાં દાખલ કાર્ય પછી આવી. એ હોસ્ટેલમાં ના હોત અને ઘરે હોત તો અમે માતાજી પાસે જ લઇ જાત....’
vssmએ વિચરતી જાતિઓના સામાજિક માળખામાં બદલાવ આવે તે દિશામાં પ્રયત્નશીલ છે ક્યારેક થાય છે કે કેટલું બધું કરવાનું છે.. આ સમુદાયને અન્ય સમાજની હરોળમાં લાવવામાં કોણ જાણે હજુ કેટલા વર્ષો લાગશે...
ફોટોમાં પ્રિયંકા અને એનો પરિવાર જે સ્થિતિમાં રહે છે તે દ્રશ્યમાન છે..
No comments:
Post a Comment