Monday, July 28, 2014

For how long will they be shooed away!!!!

In the recent months we have been actively pursuing the issue of unwanted  demands and unnecessary harassment inflicted upon the Dafer families living in various pockets of state. VSSM has been speaking to the police authorities, society and administration on the issue. We have received some very positive  response from the State Police. When it comes to Dafers, they have shown their commitment to redress the complaints  against the police department. 

Currently, IGP Shri. Bati has been visiting the Dafer settlements and giving a patient hearing to the complaints of Dafer against the police, from whom they face maximum harassment. He has also began talking with the concerned government departments on the status of Dafers. On July 24th Shri. Bhati visited  the Dafer families of Advada settlement in Ahmedabad’s Dhadhuka block. He then spoke to the local authorities to do the needful to fulfil the primary needs of these families, give them their ration cards etc. This sent the warning bells across Advada. On 27th the village ordered these Dafer families to pack their stuff and leave the village immediately.  These Dafer families have been guarding the boundaries of Advada for many years now. In 2007 when we had initiated the process of issuing Voter ID cards for these families the villagers had pushed them out, but had again called them back in 2009 for the purpose of guarding  their boundaries, since these families have no alternate sources of livelihood they are left with no  no option but to go to people who call them.  The villagers  wants the Dafers in their village but at a hands distance. They can work but can’t  have the benefits of staying in the village!!! The villagers argue that the families do not belong to the village, infact no nomadic tribe belongs to the village and hence cannot be allowed to settle. In the past the nomads never felt the need to settle down in a village or remain confined to one place but the times have changed and this need has never been so intense….. but will the mindsets of society change with these changing times?????

In the picture DGP Shri Bhati Saheb with Dafer families in their Settlement

ગુજરાતીમાં અનુવાદ...

ક્યાં સુધી ગામમાંથી કાઢી મુકશો? 

ગુજરાત પોલીસ ડફેર પરિવારોના પુન:વસન માટે કટીબદ્ધ થઇ છે. IGP શ્રી ભાટી સાહેબ ડફેર પરિવારોના ડંગામાં જઈને એમને મળી રહ્યા છે એમના પ્રશ્નો સાંભળી રહ્યા છે. એમણે સરકાર પાસે આ સમુદાયની પરિસ્થિતિ અંગે રજૂઆત પણ કરી છે. 

શ્રી ભાટી સાહેબ ૨૪ જુલાઈ ૨૦૧૪ના રોજ અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના અડવાળમાં વસતા ડફેર પરિવારોને મળ્યા, એમને સંભાળ્યા. આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ જોઇને તેઓએ સ્થાનિક અધિકારીઓને આ પરિવારોને પ્રાથમિક સુવિધા આપવાની તથા રેશનકાર્ડ આપવાની વાત કરી. એમની આ સુચના પછી અડવાળગામ સજાક થઇ ગયું અને આ પરિવારોને ગામ છોડી જતા રહેવાનો તા.૨૭/૦૭/૧૪ ના રોજ આદેશ કર્યો.

ડફેર પરિવારો વર્ષોથી અડવાળગામની સીમનું રખોપું કરે. આ પરિવારોને આ ગામના વસવાટના આધારો મળે એ માટે અમે ઘણા પ્રયત્ન કરેલા પણ અડવાળના લોકો આ પરિવારોને વસાવવા તૈયાર નથી. ૨૦૦૭માં અમે આ પરિવારોના પુખ્તવયના લોકોને મતદારકાર્ડ મળે એ માટે ફોર્મ ભરી મામલતદાર શ્રીને આપ્યા હતા. પણ આ અંગે ગામના લોકોને ખબર પડતા એમણે આ પરિવારોને તત્કાલ ગામમાંથી કાઢી મુકેલા. એ વખતે ગામના આગેવાનો એ આ પરિવારોને ગામમાંથી કાઢી મુકવા પાછળનું કારણ એ આપ્યું હતું કે, ‘આ લોકો અમારા ગામના નથી..’ વિચરતી જાતિનું તો કોઈ ગામ જ નથી તો શું એમને કોઈ પણ ગામમાં કાયમ વસવાટનો અધિકાર જ ના મળે. સદીઓથી પોતાની સાથે સાથે સમાન લઈને રઝળતા આ પરિવારોને હવે પોતાનું સરનામું જોઈએ છે.. પણ આ ગામલોકોની માનસિકતા એમને ઠરી ઠામ થવા જ નથી દેતી..

૨૦૦૭માં ગામમાંથી કાઢી મુકેલા આ પરિવારોને ૨૦૦૯માં સીમરખોપા માટે ગામલોકોએ ફરી બોલાવ્યા.. ડફેર પરિવારો પાસે રોજગારીના અન્ય વિકલ્પો નથી એટલે એમણે મજબૂરીથી ફરી પાછું આ ગામમાં આવવાનું સ્વીકાર્યું હતું. પણ ફરી પાછું ૨૦૦૭ નું પુનરાવર્તન થયું...

ફોટોમાં ડફેર પરિવારો જે સ્થિતિમાં રહે છે (ફાઈલ ફોટો) એ તથા IGP શ્રી ભાટી સાહેબે આ પરિવારોની મુલાકાત લીધી તે જોઈ શકાય છે. 
 


No comments:

Post a Comment