Mittal Patel with the villagers of Saduthala village who took pledge to participate in deepening community lakes |
The promise of a pledge!
A pledge to participate in deepening community lakes to raise the groundwater tables of their village.
Until now, we have been working to deepen the lakes of the Banaskantha region, with around 250 lakes have been repaired and excavated in the last few years.
This year at the request of Minister Shri Rushikesh Patel, we have launched participatory water conservation efforts in Mehsana as well. Rushikeshbhai is like an elder brother who stands beside us whenever required.
VSSM, with support from Shri Krishnakant Mehta and in partnership with Government’s Sujalam Sufalam campaign, deepened the lake in Saduthala village of Mehsana district. Although we prefer to work in partnership with the local/village community, the village did not partner for this particular lake.
Recently, when I was in Saduthala village, the villagers shared their water woes at length, and the village leadership offered their support for deepening the second lake. The groundwater table has dropped to 1000 feet, and the amount of water the borewells pump out has drastically reduced as compared to 1971.
The communities are worried about water, for how long they will run away from villages! So we asked them to partner with us on water conservation efforts. Once the village leadership agreed to partner, we dredged the other lake.
However, we would want the villages of Mehsana to grow as aware as Banaskantha.
Well, the above pledge taken by the community will help them improve their water situation and future. We hope to work to create water awareness and water shrines in Mehsana. The image shared here are of the lake before and after it was excavated.
સંકલ્પની આ તસવીર મહેસાણા જિલ્લાથી...
સંકલ્પ પોતાના ગામના ભૂગર્ભજળ ઉપર આવે તે માટે તળાવો ઊંડા કરવાનો અને એ માટે પોતાની ભાગીદારીનો.
આમ તો અત્યાર સુધી અમે બનાસકાંઠામાં તળાવો ઊંડા કરતા. 250થી વધુ તળાવો અમે ત્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં કર્યા.
આ વર્ષે મહેસાણા સામુ પણ આદરણીય ઋષીકેશભાઈ પટેલ માનનીય મંત્રી શ્રીના કહેવાથી લમણો વાળ્યો.
ઋષીકેશભાઈ મોટાભાઈ જેવા અમારા કાર્યોમાં અમને સરકારી કામોમાં જ્યાં જરૃર પડે મદદ કરે.
મહેસાણાનું સદુથલાગામ ત્યાં અમે સરકારના સુજલામ સુફલામ અભીયાન અને VSSM સાથે સંકળાયેલા પ્રિય સ્વજન શ્રી ક્રિષ્ણકાંત મહેતાની મદદથી તળાવ ઊંડુ કરવાનું કર્યું.
ગામની ભાગીદારી આમાં કાંઈ રહી નહીં અને અમને તો ભાગીદારી થાય તો કામ કરવાની મજા પડે.
તળાવ થયા પછી ગામમાં ગઈ ત્યારે ગામે પોતાના ગામની સમસ્યાની વાતો કરી. એ વખતે ગામ પોતે ભાગીદારી કરે અમે જેસીબી અમે મુકીએ માટી ઉપાડવાનું ગામ કરે તો બીજુ તળાવ કરવામાં અમને વાંધો નથીની વાત કરી. વળી પાણીની સમસ્યાઓની પણ ઢગલો વાતો થઈ. ખાસ તો તળ કેટલે ઊંડે પહોંચ્યાની વાત ને ખેડૂત પાસે જમીન હોય પણ પાણી ન હોય તો શું થાય એની પણ વાતો.. લગભગ 1000 ફૂટે આ વિસ્તારમાં પણ પાણી પહોંચ્યું છે. 1971માં બોરવેલમાંથી જેટલું પાણી નીકળતું આજે એમાં બહુ મોટો ફરક છે..
ટૂંકમાં પાણીને લઈને ગામ ચિંતામાં છે.. બસ અમે જળસંચયના કાર્યો માટે ભાગીદારીની વાત કરી. મૂળ શહેર છોડી કેટલે જશું ને ખેતી નહીં કરીએ તો ખાસુ શું એ પણ પ્રશ્ન...
છેવટે ગામે પોતાની ભાગીદારી નોંધાવવાનું નક્કી કર્યું.. બસ બીજુ તળાવ પણ કરીશું.
પણ મહેસાણાના ગામોમાં બનાસકાંઠામાં જેવી જાગૃતિ આવી તેવી આવે તે જરૃરી છે..
ખેસ સદુથલાગામે એક સુંદર સંકલ્પ કર્યો. આ સંકલ્પથી આવનારા વખતમાં મહેસાણામાં જશળસંચયના વધારે કામો થાય વધારે જલમંદિરો બને તેમ કરીશું.
ઊંડા કરેલા તળાવની પહેલાની અને પછીની તસવીર પણ...
#MittalPatel #vssm #મહેસાણા #જલસંચય #જલમંદિર Rushikesh Patel
Saduthala Lake before deepening |
Saduthala Lake after deepening |
No comments:
Post a Comment