Wednesday, June 07, 2023

Remarkable attitude of the Sarpanch Jenaal village towards environment...

Mittal Patel visits Jenaal tree plantation site

“We want to plant and raise trees at our village’s crematorium; Ben will you please help us achieve that?” the Sarpanch of Jenaal village had called up in April 2022 with this request.

“We receive numerous such requests, but when it comes to walk the talk, most of them fall short of expectations. We appoint a Vriksh Mitra, but the community must also monitor and put in continuous efforts. If that does not happen, all our efforts fail.”

“Ben, you, please come and meet us; we will never give you a chance to complain.”

There was a sense of truth in his request; we decided to go and visit the crematorium. The entire area was filled with gando baval, but the Sarpanch assured us of getting it all cleaned. They also brought a water connection to the crematorium. Once the crematorium grounds were cleared by the community and the water connection was in place, we dug pits and planted 8200 trees appointed a Vriksh Mitra.

The Vriksh Mitra performed his responsibility well, but the Sarpanch would visit the plantation site every morning, spend 2-3 hours daily, and work wherever additional efforts were required.

I was recently in Jenaal where we met with community elders,  a request to elders to serve the trees was accepted unanimously.

We want thousands of birds to come and perch on these trees, if the birds begin to stay here our village will be a happy place. 

If all village leaders had the understanding Jenaal’s Sarpanch showcased, the entire region would have become green in no time.

The support to create this wilderness came through our dear Nanditabahen Parekh to create Shakuntala-Bhanu Van in memory of respected Lt. Bhanubahen and Shakuntalabahen. We are sure the souls of Bhanubahen and Shakuntalabahen would happily watch the birds, insects, and other lives that have made the forest their home.

We are grateful to Nanditaben for this beautiful homage to her elders.

'અમારા ગામના સ્મશાનમાં વૃક્ષો વાવી ઉછેરવા છે બેન તમે મદદ કરશો?'

જેનાલગામના સરપંચે 2022ના એપ્રિલ મહિનામાં ફોન પર આ વાત કહી. એ વખતે મે એમને, 'વાતો ઘણા લોકો કરે પણ ખરા અર્થમાં વાવી ઉછેરવામાં સતત દેખરેખ કરવાની આવે ત્યારે ઘણાને પાછા પડતા જોયા છે. પછી નુકશાન ઘણું થાય. અમે વૃક્ષમિત્ર રાખીએ પણ ગામની દેખરેખ સતત જોઈએ એ નહોય તો બધુ નકામુ પડે.'

'બેન એક ફેરા તમે આવો તમને કહેવાપણું હું નહીં રાખુ..'

સરપંચ શ્રીની વાતમાં સચ્ચાઈનો રણકો હતો. એટલે સ્મશાન જોવા જવાનું નકકી કર્યું. આખુ સ્મશાન ગાંડા બાવળથી ભેરલું. ગાંડા બાવળની સફાઈ અમે કરાવી લઈશું એવું સરપંચ શ્રીએ કહ્યું ને એ પછી સફાઈ કરાવી. પંચાયતના બોરવેલમાંથી પાણીની લાઈન પણ સ્મશાનમાં આપી દીધી. 

એ પછી અમે ખાડા કરી 8200 વૃક્ષો વાવ્યા ને વૃક્ષમિત્ર નીમણૂક કરી. 

વૃક્ષમિત્ર તો બરાબર ધ્યાન રાખે. પણ સરપંચ પોતે સવારના પહોરમાં સ્મશાનમાં પહોંચે. લગભગ બે થી ત્રણ કલાલ એ ઓછામાં ઓછા ત્યાં આપે. પોતે પણ જ્યાં મહેનત કરવી પડે ત્યાં લાગે. 

હમણાં જેનાલ જવાનું થયું એ વખતે ગામના વડીલો સાથે સ્મશાનમાં જ બેઠક થઈ. એ વખતે ગામના વડિલોને હવે ઝાડખાની સેવા કરવા સમય આપોની વાત કરીને સૌએ એક સૂરે એ વધાવી લીધી.  

સરપંચ કહે, 'અમારા ગામના સ્મશાનમાં હજારો પક્ષીઓ આશરા માટે આવવા જોઈએ. જો પંખીઓ સુખેથી અહીંયા રહેતા થઈ જશે તો અમારુ ગામ સુખી થઈ જશે..'

કેવી ઉત્તમ સમજણ.. દરેકગામ જેનાલ જેવા થઈ જાય તો આખો પંથક હરિયાળો થઈ જાય.

આ કાર્ય માટે મુંબઈમાં રહેતા અમારા પ્રિયસ્વજન નંદીતાબહેન પારેખ થકી અમારા આદરણીય સ્વ. ભાનુબહેન અને શંકુતલાબહેનની યાદમાં શંકુતલા ભાનુ ગ્રામવન બન્યું.. ભાનુબહેન અને શંકુલતાબેનનો આત્મા જેનાલમાં ઉછરી રહેલા જંગલમાં નિવાસ કરનાર જીવોને જોઈને જરૃર રાજી થશે..

આવું સુંદર તર્પણ આપવાનું નક્કી કરનાર પ્રિય નંદીતાબેનનો આભાર... 

#MittalPatel #vssm #TreePlantation #vruksh #treecare #tree_plantation #bnaskantha #NorthGujarat



Mittal Patel discusses tree plantation with villagers

Jenaal tree plantation site

Mittal Patel discusses tree plantation with Sarpanch and 
community elders

Jenaal tree plantation is supported by our well-wisher
Smt. Nanditabahen Parekh to create Shakuntala-Bhanu Van
in memory of respected Lt. Bhanubahen and Shakuntalabahen

Mittal Patel with Sarpanch, community elders, Vriksh Mitra
 and other villagers at Jenaal tree plantation site

VSSM planted 8200 plants in Jenaal Cremetorium

Mittal Patel with others discusses tree plantation


No comments:

Post a Comment