Mittal Patel with the villagers, sarpanch and farmers at water management site |
"This Cyclone has caused much destruction. Fortunately, it also brought rain. We wait for rain like we wait for God. In Banaskantha it rains once in 2 - 3 years. This year in June itself our lake is full." A villager in
Baloghar said this. We all have heard about the damage a cyclone can cause. However, if there is no water how will life survive? Farmers of Banaskantha know this. The tragedy of the cyclone was mitigated by the rain that blessed the village.
The farmers always used to tell me that our Banaskantha district needs floods. I always used to tell them not to mention floods as it can cause tremendous damage. The villagers would say the loss would be compensated by lakes getting full with water. With water levels receding to 800-1200 feet below, villagers are finding cyclones & floods also beneficial. In 2015 & in 2017 Banaskantha had floods but then the villagers were not equipped with storage facilities.
When we at VSSM initiated the mission of excavating the lakes, the villagers were not supportive at all. They did not want to partner with us. However since the last 7 years the situation has changed for the better. . Villagers on their own have started the work of deepening the lakes. Many lakes in the District are now ready to accept more water. VSSM has worked on over 250 water reservoirs.
I Wish this year the rain fall is steady over a long period of time so that water can go deeper inside the soil.
In the photograph that you see are two lakes of which one is done with the help of Star Chemicals and the other is with the help of Inter Gold Diamond Pvt Ltd . Both the lakes are full with water. Since this region does not get the benefit of Narmada water, lakes are their only saviours.
We pray that nature will be kind to the villagers. We are thankful to the villagers and both the companies. With their help the lakes will remain full of water.
બલોઘરગામના એક ખેડૂતની આ વાત. વાવઝોડાની નુકશાની ખેડુત અને આપણે સૌ જાણીયે. પણ પાણી નહીં હોય તો જીવાશે કેમના એ બનાસકાંઠાના અમુક વિસ્તારના ખેડૂતો બરાબર જાણે એટલે ખેડૂતે વાવાઝોડના દુઃખની સાથે આવેલા વરસાદના વધામણા આપ્યા.
આમ તો ઘણી વખત ખેડૂતો કહેતા, બેન આપણા વિસ્તાર(બનાસકાંઠા)માં એક પુરની જરૃર છે. એમના મોંઢા આ સાંભળુ ત્યારે કહુ, એવું ન બોલાય. નુકશાન કેટલું થાય? ત્યારે એ લોકો કહે, નુકશાન તો બરાબર પણ તળ તો ભરાય.
800 થી 1200 ફૂટ ભૂગર્ભજળ પહોંચ્યા છે એટલે ખેડૂતોને વાવાઝોડા અને પુરેય સારા લાગે છે. કારણ એમાં પાણી મળે છે. આમ તો પુર 2015 અને 2017માંય બનાસકાંઠામાં આવ્યું પણ એ વખતે ખેડૂતોએ પોતાના પાણી ભરવા માટેના વાસણો સાબદા નહોતા રાખ્યા.
અમે જ્યારે આ વિસ્તારમાં તળાવ ગળાવવાની ઝૂંબેશ ઉપાડી ત્યારે કોઈને તળાવ ગળાવવું નહોતું. ભાગીદારી તો કરવી જ નહોતી. પણ છેલ્લા સાતેક વર્ષની સતત મહેનતથી આજે સ્થિતિ બદલાઈ છે. લોકો હવે સ્વયંમ તળાવ ગળાવે છે. ઘણી સંસ્થાઓ પણ તળાવના કાર્યો કરવા માંડી છે. એટલે ઘણા ગામોમાં પાણીના વાસણો એટલે કે તળાવો સાબદા થઈ ગયા છે. VSSM એ પોતે પણ 250 તળાવ ગાળ્યા છે.
બસ આ વર્ષે હવે કુદરતી કોઈ જ હોનારત વગર મેઘરાજા મહેર કરે એમ ઈચ્છીએ એ પણ સતત કરતા ખમૈયા કરતા કરતા આવે તો વધારે સારુ જેથી તળાવમાં ભરાયેલા પાણી જમીનમાં ઉતરતા જાય.
ફોટોમાં દેખાય એ બલોઘણના બે તળાવ જેમાંનું એક અમે સ્ટાર કેમીકલ્સ.ની મદદથી અને બીજુ ઈન્ડર ગોલ્ડ ડાયમન્ડ પ્રા.લી.ની મદદથી ખોદ્યું. બેય તળાવ સરસ ભરાયા. આ ગામને આમ તો વિસ્તારને નર્મદા કેનાલનો લાભ નથી મળતો એમના માટે તળાવો જ એમના ઉદ્ધારક..
કુદરત જળવિહોણા વિસ્તારોમાં મહેર કરે તેવી પ્રાર્થના ને ગ્રામજનો તેમજ બંને કંપનીઓનો આભાર. તેમની મદદથી બલોઘણના તળ પાણીવાળા થશે..
#MittalPatel #vssm #watermanagement #biporjoycyclone #waterrecharge #lakeview
Ongoing Balodhar 01 lake deepening site |
The Balodhar 01 lake VSSM deepened fill up with rainwater |
Balodhar 02 lake after digging |
The Balodhar 02 lake VSSM deepened fill up with rainwater |
No comments:
Post a Comment