Monday, May 16, 2022

Dashrath gets a new life, thanks to a concerned and empathetic doctor and VSSM team…

Mittal Patel visits Dashrath's home during her visit to
banskantha

Dashrath belongs to Banaskantha’s Ucchosan village. Unfortunately, some genetic conditions resulted in their losing eyesight for Dashrath and his elder brother Dahyo just a few months after the birth.

Dashrath’s mother also suffers from poor eyesight. Dahyo gained his vision after receiving treatment, but the same could not be done for Dashrath because of the family’s frail economic condition. 

Dashrath studies in the village school; although he is a 9th grader, he cannot read or write.

Benap’s Valabhai informed us about Dashrath’s condition. Valabhai is a very humble human being; he does not prefer his image or name mentioned anywhere for the noble work. Hence, we have refrained from mentioning his surname, lest someone recognises him. He brought Dashrath to Ahmedabad, and made rounds of the Civil hospital but could not manage to get a date for surgery. Benap is the farthermost village of Gujarat, after which begins India Pakistan border. It is challenging for him to travel frequently from this far.

I discussed Dashrath’s case with a dear friend and ophthalmologist, Dr Shwetambari, who asked us to bring him to the hospital she works. We took Dashrath to the hospital and got a date for his surgery. The surgery was costly, but our US-based well-wishing friend Manishaben volunteered to fund the entire surgery. The collective efforts helped us proceed with the treatment; while one eye was operated upon second will follow soon. Dr Shewtambari also played a crucial role in reducing the overall medical expenses for Dashrath’s treatment.

Dashrath and Dahyo recently lost their father; the brothers are avid musicians. Sangeetaben, TDO of Suigaum, gifted musical instruments to them, but finding work on a regular basis is a challenge. 

Dashrath’s mother runs a kiosk in front of their house; we proposed to help them stock their store well so that the mother can at least earn a decent income. “Help us buy a fridge to stock milk and cold drinks,” requested Dashrath’s mother. It was a genuine request, and Manishaben came forward to fund it.

“Didi, please visit my house whenever you are near my village. I wish to work with you once I am old enough.” Dashrath had told me when he had come to meet us at the office before leaving for home after surgery. And I made it a point to visit him whilst I was in Banaskantha recently.

Dashrath’s kith and kin had gathered at his house,  the atmosphere looked festive, and everyone thanked us.

“Why thank me? Valabhai, Manishaben, and Dr Shewtambari are the actual recipients of their gratitude. We have merely facilitated the process with a prayer that we are given more opportunities to be instrumental in helping others.

દશરથ બનાસકાંઠાના ઊચોસણ ગામનો.. 

પરિવારમાં કાંઈક આનુવંશીક બિમારી તે દશરથને એનો મોટો ભાઈ ડાહ્યો બેય ને જન્મ્યાના થોડાક મહિનાથી આંખે દેખાવાનું બંધ થયું. 

દશરથની માને પણ આંખે ઓછુ દેખાય. ડાહ્યાને હોસ્પીલ લઈ ગયા એનું ઓપરેશન થયું ને એની આંખોની રોશની પાછી આવી. પણ દશરથને બતાવવાનું આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પરિવાર કરી ન શક્યો. 

વળી પાછુ દશરથને ગામની નિશાળમાં દાખલ કર્યો તે દશરથ હવે નવમા ધોરણમાં આવી ગયો. જો કે વાંચતા લખતા એને નથી આવડતું પણ...

આ દશરથની વિગત અમને બેણપના વાલાભાઈએ કહી.. વાલાભાઈ એકદમ ભગવાનના માણસ. એમનું નામ લખાય એ ગમે નહીં ક્યાંય ફોટોમાં આવવું પણ ન ગમે. એટલે વાલાભાઈની જાતિ નથી લખી નહીં તો સૌ એમને ઓળખી જાય.

દશરથને એ પોતે અમદાવાદ લઈ આવ્યા. બે ચાર વાર સિવીલના ધક્કા પણ ઓપરેશનની તારીખ સેટ ન થાય.. બેણપ એટલે પાકિસ્તાનની બોર્ડર પર ત્યાંથી વારંવાર આવવું મુશ્કેલ પડે. 

આવામાં આંખોના ડોક્ટર ને મારા મિત્ર શ્વેતાંબરી સાથે વાત કરી ને એમણે કહ્યું હું જે હોસ્પીટલમાં કામ કરુ છુ ત્યાં લઈ આવો. બસ દશરથને ત્યાં લઈ આવ્યા. ઓપરેશન માટે તારીખ મળી. ખર્ચો ઘણો થાય એમ હતું. ત્યાં અમારા મનીષાબહેન પંડ્યા અમેરીકામાં રહે. સેવાપારાયણના સંસ્કાર એમના પિતા તરફથી એમને મળેલા તે એમણે કહ્યું હું ઓપરેશન માટે મદદ કરીશ. 

ને દશરથનું એક આંખનું ઓપરેશન થઈ ગયું, બીજીનું હવે થશે. જો કે શ્વેતાબંરીના પ્રયત્નોથી હોસ્પીટલે પણ બહુ ઓછા ખર્ચમાં દશરથનું ઓપરેશન કર્યું. 

દશરથના પપ્પા થોડા મહિના પહેલાં જ ગુજરી ગયા. દશરથ અને ડાહ્યો બંને સરસ સંગીત વગાડે. તે સૂઈગામ ટીડીઓ તરીકે કામ કરતા કાજલબેને સંગીતના સાધનો લઈ આપ્યા. પણ એમાં કામ કાયમી ન મળે. 

દશરથી મા ઘર આગળ નાની દુકાન ચલાવે. અમે આ દુકાનમાં વધારે સામાન ભરાવી આપવા કહ્યું જેથી બેઠા બેઠા એ ધંધો કરી શકે. 

પણ દશરથની માએ કહ્યું સામાન નહીં તમે અમને ફ્રીજ લઈ આપો તો અમે દૂધ અને ઠંડા પીણા રાખી શકીએ..

અમને વાત યોગ્ય લાગી. મનિષાબહેને એમાં પણ મદદ કરી. 

દશરથ ઓપરેશન પછી ઘરે જઈ રહ્યો હતો ત્યારે કહેતો ગયેલો મારા ઘર આવજો દીદી અને મારે તમારી સાથે સંસ્થામાં કામ કરવું છે તે હમણાં બનાસકાંઠા ગઈ ત્યારે એને મળવા ખાસ ગઈ..

દશરથના તમામ સગાવહાલા એના ઘરે આવેલા. ઉત્સવ જેવો માહોલ હતો. સૌએ અમારો આભાર માન્યો...

મને થયું આમાં કોનો આભાર માનવાનો હું તો નિમિત્ત માત્ર. બાકી વાલાભાઈ, મનીષાબહેન, શ્વેતાબંરી આ આભારના સાચા હકદાર..

પણ  ખેર કુદરત આવા કાર્યોમાં નિમિત્ત બનાવે તેવી પ્રાર્થના... 

#MittalPatel #vssm

Mittal Patel with Dashrath's mother and other family members

Dashrath after his eye surgery done

VSSM helped Dashrath's mother to buy fridge to stock milk
and cold drinks



VSSM supports dashrath's eye treatment 



No comments:

Post a Comment