Mittal Patel talks about water conservation |
Let us talk Water….
Ma Rewa (Narmada) has been a blessing in disguise in Banaskantha or for that matter entire Gujarat however since our work on water conservation in Banaskatha has been growing steadily I can talk about the region with confidence. The region is experiencing a prosperous change as a result of Sardar Sarovar water reaching it. The borewells to pump out groundwater have also played their role but the borewells of the regions where the Narmada waters have not reached are experiencing immense distress and the condition will only worsen in coming years.
VSSM has deepened lakes in villages of Lakhni and Deesa, the waters tables have dropped down to 900 to 1200 feet, the borewells are breathing their last.
The Sujalam Sufalam Canal passes through the region but since it doesn’t remain full throughout the year, sourcing water for irrigation is not an option. The canal also does not bring with it possibilities of year-round irrigation to the farms in the region, neither do the surrounding lakes receive the canal waters.
The farmers of this region are waking up to the need for some more efficient solutions to their water woes, but they can’t seem to find a way forward.
Recently to share experiences of our work on water conservation in the region and educate them on the available solutions, we had a gathering of Sarpanchs of 52 villages of Deesa and Lakhni blocks.
The farmers, leaders and Sarpanch talked about keeping water in the Sujlam Suflam Canal year-round, if required make this kuccha canal a pucca one, link lakes with it, dig small-big lakes on the gochar land of these villages and catch the rainwater, also dig up a lake over 500 acres plus woodland of Lavana village and fill it with water from the main canal of Narmada. This will improve the groundwater levels of the entire region.
In the coming days based on these recommendations, we plan to shape a strategy and bring it to our Chief Minister, Deputy Chief Minister and concerned authorities.
Lakhani TDO Shri Anilbhai remained present in the meeting to offer his support for the tree plantation drives in the region.
The awareness of these community on the looming water crisis made us optimist and hopeful for water sufficient tomorrow, provided we all decide to work together.
વાત પાણીની..
મા રેવા (નર્મદા) આશિર્વાદરૃપ બની ને બનાસકાંઠાનો આમ તો ગુજરાતનોય કહેવાય પણ અમે બનાસકાંઠામાં પાણીને લઈને ઘણું કામ કરીએ એટલે એ વિસ્તારનો ઘણો ભાગ સમૃદ્ધ બન્યો એમ કહીશ. નર્મદાની સાથે બોરવેલે પણ પોતાની ભૂમિકા ભજવી.. પણ જ્યાં નર્મદાના નીર પહોંચ્યા નથી ત્યાં હવે બોરવેલ ડચકા લે છે. આવા વિસ્તારની દશા આવનારા પાંચ - દસ વર્ષમાં માઠી થવાની.
લાખણી અને ડીસાના કેટલાક ગામોમાં અમે તળાવ ઊંડા કરવાના કાર્યો કરીયે. ત્યાં પાણીના તળ વિષે લોકોને પુછ્યું તો 900 થી 1200 ફૂટે પાણી પહોંચ્યાનો જવાબ મળ્યો.
ક્યાંક તો બોર હવે ડચકા લે એવી વાત પણ આવી.
આ વિસ્તારમાં સુજલામ સુફલામ કાચી કેનાલ પસાર થાય પણ એ કાંઈ બારેમાસ ભરાયેલી ન રહે. ને એમાંથી સિંચાઈ થઈ શકતી નથી. ના આ કેનાલમાંથી આસપાસના વિસ્તારના તળાવો ભરવાનું કાર્ય થાય.
ખેડૂતો જાગૃત થયા છે પણ ઉકેલ સુઝતા નથી.
પાણી રિચાર્જના કાર્યો માટે શું થઈ શકે તે સમજવા અને અમારા અનુભવે અમે જે કર્યું તે વાત કરવા લાખણી અને ડીસા તાલુકાના 52 ગામના સરપંચ અને આગેવાનો સાથે એક બેઠક લાખણીમાં મા હિંગળાજના સાનિધ્યમાં કરી.
સુજલામ સુફલામ કેનાલમાં બારેમાસ પાણી ભરાયેલા રહે, વળી કેનાલમાં વધુ પાણી છોડવામાં આવે. જરૃર પડે આ કેનાલ નર્મદાની જેમ પાકી થાય. તેમાંથી તળાવો લીંક થાય. એ સિવાય આ વિસ્તારની ગૌચરની જમીનોમાં નાના માટો તળાવ કરવા જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય. તેમજ નર્મદાની મુખ્ય કેનાલમાંથી લવાણા જેવા ગામમાં જ્યાં 500 એકરથી વધુ જમીનનું વીડ છે ત્યાં મોટુ સરોવર કરી એને બારેમાસ કેનાલના પાણીથી ભરવામાં આવે તો આ આખા વિસ્તારના તળમાં સુધારો થઈ શકે.. વગેરે જેવી ઘણી વાત આ વિસ્તારના આગેવાનો - સરપંચ અને મૂળ તો આ બધાય ખેડૂતોએ કરી.
આગામી દિવસોમાં આ બધી વાતો સાથે આ દિશામાં નક્કર આયોજનને લઈને મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રીથી લઈને સંલગ્ન તમામ અધિકારીને રજૂઆત કરીશું.
લાખણી તાલુકાના TDOશ્રી અનીલભાઈ પણ આ બેઠકમાં વૃક્ષારોપણના કાર્યોમાં એમની જે મદદની જરૃર પડે તે મદદની વાત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા.
પાણી માટેની આ જાગૃતિ જોઈને રાજી થવાયું. સાથે મળીને કોશીશ કરીશું તો નક્કર પરિણામ સુધી પહોંચીશું તેવો વિશ્વાસ પણ છે..
VSSM had a gathering of Sarpanchs of Deesa and Lakhni blocks |
The farmers, leaders , sarpanchs talked about water conservation |
Mittal Patel shares experience of water management with the sarpamchs and villagers |
Lakhani TDO Shri Anilbhai remained present in the meeting to offer his support for the tree plantation |
No comments:
Post a Comment