Tuesday, January 12, 2021

VSSM thanks government officials for providing BPL Ration Card to 84 families of Gandhinagar...

Mittal Patel handed over BPL Ration Card to
nomadic families 

 This is about the marginalised families residing in Gandhinagar’s Chraada, Aajol, Ridrol, Delwada…

As we all know there are numerous poverty elevation and welfare schemes the state and central government launch time to time. If the benefits of these schemes were to reach the people they are designed for there would be no hunger, poverty or backwardness in this country. VSSM strives to ensure that the communities it works with access to these schemes and benefit from it. The government authorities also play their role in ensuring this happens. At times when the going gets tough as suggested we also draw the attention of our Chief Minister on matters that need his intervention, he takes due notice and instructs the officials to do the needful.

The proactiveness of the government has resulted in the clearance of files pending for years. The authorities are compassionately trying to resolve the pending issues.  And for this, I will be every grateful to our Chief Minister Shri Vijaybhai Rupani. Our Prime Minister is also empathetic towards these communities, he remains updated on the progress of schemes implemented for these poor communities.

I have experienced the power and ability to get things done when political and bureaucracy decide to work together. When they join hands they can resolve any challenges they face. I am grateful to everyone in government for the support they provide in solving chronic issues the marginalised communities face.

Recently, a meeting chaired by District Collector of Gandhinagar to discuss and find solutions to the long pending issues of marginalised communities of Gandhinagar. The Collector instructed his officials to find solutions to these challenges,  “bringing joy and happiness to the poor and destitute families is the most rewarding work. These families are really in need to experience your compassion. The satisfaction it will bring you will be incomparable!” he shared.

After the meeting 84 Devipujak families of Gandhinagar’s Delvada, Chrada, Aajol, Ridrol villages were issued BPL ration cards and many received caste certificates.

Since the families have received the documents that are fundamental to processing applications for residential plots, the authorities are working towards ensuring the same. These address-less humans will soon receive a place to build permanent houses.

The speed at which the papers are moving assures the challenges these families are facing shall be resolved soon. I salute these efforts the government is steering in to make the marginalised part of the mainstream.

VSSM team persevere very hard to resolve the issues these families tackle on daily basis. They make numerous rounds of the settlement. In Gandhinagar  Rizwan and Tohid worked hard. Govindbhai, Deepakbhai, Girdharbhai Kiranbhai etc.  from the settlement joined hands in these efforts. It is this collective hard work that is paying off. Almighty too is working to ensure our families encounter lesser challenges. Gratitude and prayers to almighty to give us the strength we need to continue persevering.  

વાત ગાંધીનગરના દેલવાડા, ચરાડા,  આજોલ અને રિદ્રોલમાં રહેતા વંચિતોની.

સરકારની કલ્યાણકારી યોજનાઓ ઘણી.. આ બધી યોજનાઓની મદદ છેક તળીયે પહોંચે તો દેશનું ખરેખર કલ્યાણ થઈ જાય.. અમે યોજનાઓની મદદ છેવાડે રહેતા વંચિત - વિચરતી જાતિના પરિવારોને મળે તે માટે સતત મથીએ.. અધિકારીગણનો સહયોગ પણ મળે.. 

પણ ક્યારેક કોઈ તકલીફ જણાય તો આપણા મુખ્યમંત્રી શ્રીએ કહેલું, મારુ ધ્યાન દોરવાનું ને અમે ધ્યાન પણ દોરીએ ને એમના તરફથી જરૃરી સૂચના પણ અપાય..આમ સરકારની સક્રિયતાના લીધે વર્ષાથી સરકારી કચેરીઓમાં પડેલી ફાઈલોનો નિકાલ હવે આવવા માંડ્યો છે. અધિકારીઓ સંવેદનાથી ઉકેલ માટે કોશીશ કરવા માંડ્યા છે. આ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણીની હું ખરેખર ઋણી છું. 

આપણા વડાપ્રધાન પણ આ સમુદાયોની ચિંતા કરે છે.. એટલે જ વખતો વખત તેમના માટે થઈ રહેલા કાર્યોનો એ જાયજો પણ લે છે.. અધિકારીગણ ને રાજકીય પાંખ ભેગી થાય તો કેવું સુંદર કાર્ય થાય એ અમે છેલ્લા કેટલાક સમયથી અનુભવીએ છીએ..સરકારમાં બેઠેલા આપ સૌ પ્રત્યે રાજીપો વ્યક્ત કરુ છું..

તાજેતરમાં ગાંધીનગર કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લામાં રહેતા વંચિત સમુદાયના પ્રશ્ને બેઠક થઈ ને એમણે તમામ અધિકારીને આ પરિવારોના પ્રશ્નો ઉકેલવા સૂચના આપી. તેમણે કહ્યું, આ કાર્ય મન અને હૃદયને સાતા આપનારુ અને આ પરિવારો ખરેખર જરૃરિયાતવાળા. તેમનું કાર્ય કરશો તો એનો સંતોષ અનેરો હશે..

આ બેઠક પછી #ગાંધીનગરના #દેલવાડા, ##ચરાડા #આજોલ, #રિદ્રોલમાં રહેતા રાવળ અને દેવીપૂજક સમુદાયના 84 પરિવારોને BPL રેશનકાર્ડ તેમજ ઘણા બધા વ્યક્તિઓને જાતિ પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આ પ્રાથમિક પુરાવા મળતા હવે આ પરિવારોને ઝડપથી રહેવા પોતાની જગ્યા ને ઘર મળે તે માટે પણ અધિકારીગણે તજવીજ હાથ ધરી છે. ટૂંકમાં સરનામાં વિનાનાં માનવીઓને ઝટ સરનામુ મળશે.જે ત્વરાથી કાર્ય થઈ રહ્યું છે એ જોતા ઘણા પ્રશ્નો ઉકેલાઈ જશે તેવું લાગે છે.. મુખ્યધારામાં વંચિત પરિવારોને લાવવાના સરકારના પ્રયાસોને વંદન કરુ છું. 

VSSMની ટીમ ખુબ સંવેદનાથી આ બધા પ્રશ્નોના ઉકેલ માટે સતત દોડાદોડી કરે.. ગાંધીનગરમાં રીઝવાન અને તોહીદની જબરી મહેનત ને એમને ટેકો કરે.

વસાહતના લાગણીશીલ ગોવિંદભાઈ , દિપકભાઈ, ગીરધરભાઈ, કીરણભાઈ વગેરે... આપ સૌ સ્વજનોની મહેનત હવે રંગ લાવી રહી છે.. કુદરત હવે આપણા આ પરિવારોની તકલીફ દુર થાય તે માટે એક હકારાત્મક વાતાવરણ રચી રહી છે.. આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતાભાવ..ને ઈશ્વરને હજુ વધુ બળ આપવા પ્રાર્થના...

#MittalPatel #vssm #humanity

#humanrights #advocacy

#gandhinagar #Gujarat



The current living condition of nomadic families

Nomadic families received their BPL Ration Card and Caste-
Certificate

Nomadic families recieved their BPL Ration Cards

A meeting chaired by District Collector of Gandhinagar to 
discuss long pending issues of marginalised communities
of Gandhinagar


No comments:

Post a Comment