Tuesday, December 29, 2020

Ranchodkaka gets food with the help of VSSM...

Mittal Patel meets Ranchodkaka during her visit to kheda


“Ben, we married our daughter when she reached marriageable age. She had two children. Some illness affected her brain as a result, she lost her mental balance. Her husband kept the children and sent our daughter back to us. I traded stuff on my handcart, our savings and income were largely spent on our daughter’s treatment. We are left with nothing. As age catches up, we are unable to work as we did in the past. These oldies eat whatever the ration card helps us avail,  the pension for the elderly is used for our daughter’s medical expenses. We are left with nothing when we need medication at this age. Whatever we receive from the government is not enough…” tears started flowing from  Ranchodkaka’s eyes and he could barely speak further.

We comforted Ranchodkaka and assured a monthly ration kit under VSSM’s Maavjat - elderly and destitute care initiative. We are also striving to link differently-abled Geetaben with government’s handicap assistance scheme.

Ranchodkaka and Kaki continuously worry about their daughter’s welfare, about who would care for her after their demise. The world around us is very different sadly, we have never taken the time to look around and notice the numerous individuals like Ranchodkaka. Unfortunately, privileged us cannot even comprehend their pain. 

The support you provide enables VSSM care and nourish 124 such destitute elderly under its Maavjat initiative. There is deep pain and anguish when we come across such individuals and couples; a prayer escapes our heart, urging the Almighty to provide wellbeing to one and all. 

'બેન મારી દીકરી જુવાન થઈ એટલે એને પરણાવી. એને બે બાળકો થયા. પછી એને કાંઈક બિમારી થઈ ને એ પોતાની સુધબૂધ ખોઈ બેઠી. એના ઘરવાળાએ બે બાળકો રાખી લીધા ને દીકરીને અમારી પાસે મોકલી દીધી. હું હાથલારી પર સામાન ઢોંવાનું કરતો.  થોડી ઘણી બચત દીકરીને સાજી કરવા કરેલા વાના પાછળ ખર્ચાઈ. હવે હાથ, પગ ને હૈયા સિવાયનું કશુંયે રહ્યું નથી. પાછી મારી ઉંમર પણ થઈ. હવે મજૂરી નથી થતી. ડોહા, ડોહીને રેશનકાર્ડમાં જે અનાજ મળે એનાથી ખાઈએ. સરકારની વૃદ્ધ પેન્શનની રકમ આવે એમાં મારી ગાંડી દીકરીની તો ક્યારેક અમારા મનખાને જરૃર પડે એ દવા પાછળ ખર્ચીએ..પણ અમારી હાલત ખરાબ છે બેન...પુરુ નથી થતું...' 

આટલું બોલતા બોલતા ખેડામાં રહેતા રમણકાકાની આંખો ભરાઈ આવી. 

દિલાસો તો આપવાનો જ હોય. કાકાને દર મહિને પરિવારના ત્રણે પેટ ભરીને ખાઈ શકે તેટલું અનાજ તો અમે આપીશું. સાથે માનસીક રીતે વિકલાંગ ગીતાબેનને સરકાર દ્વાર મળતી વિકલાંગ સહાય મળે તો આ પરિવારને ટેકો રહે એ માટે પણ કોશીશ કરીશું.

રમણકાકા ને કાકીને પોતે આ દુનિયામાંથી જાય તે પહેલાં દીકરી જતી રહે તો સારુ નહીં તો એનું કોણ કરશે ની સતત ચિંતા સતાવી રહી છે. 

આપણી આસપાસ એક જુદુ વિશ્વ વસે છે. સુખ સમૃદ્ધિમાં જીવતા આપણને ક્યારેય આવી તકલીફોમાં જીવતા માણસોની તકલીફોનો અંદાજ પણ ન આવે..

આવા 124 માવતરોનું ધ્યાન રાખવાનું અમે આપ સૌ સ્નેહીજનોની મદદથી સ્વીકાર્યું છે... 

ખેડાના અમારા કાર્યકર રજનીભાઈએ રમણકાકાને શોધી આપ્યા. આવા સરસ કાર્ય સાથે છે એનો આનંદ.. 

પણ આવા માવતરોને મળુ છું, જોવું ત્યારે હૈયુ કંપી ઊઠે છે.. 

કુદરત પૃથ્વી પર વસતા આવા તમામ જીવોને સાતા આપે તેવી પ્રાર્થના..

#MittalPatel #vssm #elderlycare

#oldage #people #food #foodsecurity

#ration #ration #kheda #Gujarat

#mavjat #care #nomadicfamilies


Ranchodkaka and his wife in his shanty


The current living condition of nomadic families

1 comment:

  1. Thanks for such kind words.... Beautiful and lovely work done by you.

    ReplyDelete