Nomadic women with the stored grain |
Nomadic woman learning to store grain |
Ratanben Bawari’s response to the loan VSSM sanctioned cheered us up. And it is not just Ratanben, all the 200 women who have availed loan for stocking grains share a similar sentiment. We aspire to settle all these Bawri families living in the Ramdevnagar settlement in proper pucca homes of their own. It is pertinent for them to cultivate the habit of saving regularly as savings will help them with down payments and instalments.
The years of experience of working with some of these poorest communities have taught us that one time support to the marginalised is an easy task but to coax them into making a life-altering shift in their orthodox lifestyles and rigid mindsets take them further in life. We say this because we have seen thousands of such individuals lead better lives because of their preparedness to undertake this essential shift. We are committed to support thousands more improve their standard of living.
Nomadic woman with the stored grain |
WE will remain immensely grateful to the continued support of our well-wishers in all our endeavours.
'કોરોનાના કારણે થયેલા લોકડાઉને અમને જિંદગી કેવી રીતે જીવવી એ શીખવ્યું. તમે હંમેશા કહેતા બચત કરો, વર્ષનું અનાજ ભરાવો, ટૂંકમાં આયોજન શીખવતા પણ અમે આયોજનના માણસો નહીં. રોજનું લાવીને ખાવાવાળા. અમારી એ જ જાણે જિંદગી એટલે તમારી વાત મગજમાં બેસે નહીં. અમારે તો સાંજ પડે અને કમાવીને લાવેલા બસોમાંથી 50 નો લોટ, 10 નું તેલ, 10નુ મરચું.... આવું જ ટુકડા ટુકડામાં જીવવાનું.
આ બધું ગોઠે પડી ગયેલું. તે એમ શાને બદલાય? પણ lockdown ને ધંધા રોજગાર બંધ કરી દીધા. શું ખાવું એ પ્રશ્ન થઈ ગયો. એ વેળા તમે કહેતા એ વાત બરાબર મગજમાં વારંવાર આવી.
વર્ષનું અનાજ આમ તો ખાલી ઘઉં અને ચોખા ભરાયા હોત તોય ભૂખે સુવાનો વારો ના આવત. કોઈ ખાવા આપી જાય એની ભિખારીની જેમ આ સમયે રાહ જોઈ. ત્યારે મગજની બધી બત્તી ખુલી.
Nomadic woman learining to store grain |
એકસામટા દસ-બાર હજાર ની ખરીદી ક્યારે કરી નહોતી એ પણ પાછી અનાજ માટે. બહુ બહુ તો હજાર એનાથી વધારે તો અનાજ માટે ક્યારેય ખર્ચ્યા નહોતા પણ સંસ્થાની મદદથી ઘરમાં અનાજ ભરવા માટેના પીપડા આવ્યા અને અનાજ પણ આવ્યું.
હવે બચતની સમજ આવી ગઈ છે. ફરી ભૂલ નહીં કરીએ રોજેરોજ ખાવા પાછળ થતો ખર્ચ હવે અમે ગલ્લામાં નાખીએ છીએ અને એ ગલ્લાના પૈસામાંથી સંસ્થાની લોન ભરીયે છીએ.
સરવાળે અમે તો નફામાં જ રહ્યા'
અમદાવાદના રામદેવનગરમાં રહેતા રતનબેન બાવરીએ રામદેવનગરમાં અનાજ ભરવા માટે આપેલી લોનના પ્રતિભાવમાં આ કહ્યું. સાંભળી રાજી થવાયું. જો કે આ ભાવ અનાજ માટે વગર વ્યાજે લોન લેનાર બસો એ બસો બહેનોનો.
અમારું સ્વપ્ન છે રામદેવનગરમાંથી ધીમે ધીમે આ પરિવારો પોતાના સ્વતંત્ર ઘરો લઈ સરસ જગ્યાએ રહેવા જાય તેવું.
બચતની ટેવ પડશે તો આ ઘર લેવું પણ મુશ્કેલ નહીં બને
તક વંચિતોને આર્થિક મદદ કરી દેવી એ એકમાત્ર ભાવના રાખવા કરતા આર્થિક મદદની સાથે સમજણ આપીએ તો ઉત્તમ પરિણામ મેળવી શકાય છે.
અને આવા સફળ માણસોના હજારો ઉદાહરણો અમારી પાસે છે અને હજુ હજારો વ્યક્તિઓ આ સમજણ થકી ઉત્તમ જીવન જીવે એ માટે અમે કટિબદ્ધ રહીશું.
રામદેવનગરના બહેનોની સાથે સતત પ્રયત્નશીલ, જાતની ચિંતા કર્યા વગર લાગ્યા રહેલા અમારા કાર્યકર મધુબેનનો રોલ બહુ મોટો. એમના જેવા નિષ્ઠાવાન કાર્યકર મેળવવા એ પણ સદભાગ્યે..
સંસ્થાના આ સેવા પારાયણમાં મદદ કરનાર પ્રિયજનોની મદદથી જ આ બધું થઈ શકે છે મદદ કરનાર સૌ હ્ર્દયપૂર્વક આભાર...
#MittalPatel #vssm #nomadictribe
#denotifiedtribe #moneymanagement
#Savingmoney #financemanagement
#womengroup #nomadicwomen
#grain #grocery #monthlyration
#પેસાનીબચત #કરીયાણુ #પૈસાનુઆયોજન
#વિચરતીજાતી #રામદેવનગર #અમદાવાદ
No comments:
Post a Comment