Mittal Patel talks about Water Management |
Shri Arjunbhai Joshi, Sarpanch of Banaskantha’s Khorda village in Tharad block delivered what he had promised.
Water Management site |
Each house sent its contribution, tractors lined up and JCB was provided by us. And the work began.
Mittal Patel with the villagers |
Khorda WaterManagement site |
The image is when we had a meeting with the community and leaders. Arjunbhai shared the video and images of work in progress…
Khorda work in progress |
બનાસકાંઠાના થરાદના ખોરડાગામના સરપંચ શ્રી અર્જુનભાઈ જોષીએ આ કહ્યું અને કહ્યું એ પાળીને બતાવ્યું..
Ongoing lake deepening work |
અમે તળાવ ગાળીએ એમાં પહેલી શરત માટી ગામે ઉપાડવાની અને શક્ય હોય તો નાનો ફાળો પણ ભેગો કરવાનો. ખોરડામાં આ બધુ કેમ થશે એવી ચિંતા હતી પણ અર્જુનભાઈ જેવા ઉત્સાહી સરપંચ જ્યાં હોય ત્યાં ગામ સાથે કેમ ના આવે?
ગામે માટી ઉપાડવા માટે માતબર ફાળો ઘર દીઠ ભેગો કર્યો અને ભાડેથી ટ્રેક્ટર મુક્યા અને જેસીબી અમે મુક્યું.
સરકારે પણ સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ તળાવને ઊંડું કરવા 3.90 હજારનો વર્ક ઓર્ડર આપ્યો જેમાંની 60 ટકા રકમ સરકાર આપે. જે મુજબ 2.34 લાખની મદદ મળે. આ રકમમાં તળાવની સફાઈ અને અન્ય નથી આવતું આથી રકમ ઓછી પણ મળે. સરકારના ફાળા ઉપરાંત VSSM દ્વારા 2.75 અથવા જરૃરિયાત મુજબની રકમ જોડવામાં આવી. (જો કે
હજુ કામ ચાલુ છે. લગભગ પાંચ લાખ ઉપરાંત ફક્ત ખોદાઈ પાછળ ખર્ચ થશે)
ટૂંકમાં ગામ, સરકાર અને સંસ્થાની મદદથી સુંદર મજાનું કામ ખોરડાગામના તળાવમાં થયું.
મદદ કરનાર સ્નેહીજનોનો આભાર.
પાણી પહેલાં પાળ બાંધવાનું ખોરડા સરપંચે તો કર્યું પણ તમે કર્યુ?
ગામ સાથે બેઠક થઈ તે વેળાનો ફોટો, અર્જુનભાઈનો સરસ વિડીયો.. તળાવ ખોદાઈ રહ્યું હતું તે વેળાના ફોટો.. જોકે હજુ થોડું કામ બાકી છે. એ ઝટ પૂર્ણ કરીશું
No comments:
Post a Comment