Monday, February 17, 2020

Kudos to commendable entrepreneurial skill of Fulabhai Vansfoda

“I may be living in a shanty but my dreams are sky-high. We work with bamboo, but bamboos are becoming expensive with each day. People ask the price before deciding to buy the bamboo baskets we make. They are not prepared to pay higher prices for these simple-looking baskets. During the potato season in Deesa the demand for these baskets shoots up as farmers and personnel owning cold-storage need these baskets. Vansfoda like us bring bamboo according to their buying capacity bring the raw material to make the baskets and sell in Deesa. “How far do you wish to continue making baskets, instead start a wholesale business of these baskets,” suggested a fellow Vansfoda who worked at one such place. The idea was wonderful but how to start without the initial capital?”
Mittal Patel With Fulabhai Vansfoda

“VSSM’s Mahesbhai had helped us obtain our citizenry documents. I was aware that the organization gave interest-free loans. I requested Maheshbhai for the same and I was given Rs. 25,000 initially and Rs. 40,000 after I finished my first loan. The loan helped me procure material and I purchased baskets from all my relatives. They also found a ready market at their doorstep and I benefited from the bulk purchase. I also make baskets hence the benefit was much fold.”



Deesa’s Kulabhai approached and shared with me his success story while I was at the community meeting in the town. “I need more loan. I now want to buy bamboo directly from Assam!!” Fulabhai requested.

“According to him, they pay a very high price for the bamboo they buy from the local market. Same quantity if procured from Assam comes out to be very cheap. The Vansfoda families buy bamboo when they have money on hand. Eventually, when I am going to buy from them it is wise if I only provide them the bamboo as well.” Fulabhai shared.

It was a very enterprising thought. Thought of creating their cooperative has also crossed our minds. The loans have helped him immensely. However, to be able to move to a decent house from a shanty the family stays in he will have to work hard. Economic stability has helped him obtain solar-powered lights and sending kids to school.

We pray that Fulabhai is blessed with a beautiful future.

The images share the glimpses of the above story.


‘મુ સાંપરાંમોં જ રઉ સુ પણ મારા સપનાં બહુ ઊંચા સે. અમારો ધંધો વોંસનો પણ વોંસ દાડે દાડે મુઘો થઈ રયો સ. લોકોન વોસની ટોપલી પેલા લેતા એજ ભાવે જોવ, પૈસા વધુ આલવા ગમતા નહી. એટલ અમે ટોપલીઓ ગોમમો જઈન વેચવાનું બંધ કીધી. ડીસામોં બટાકા બહુ થાય. બટાકાની સીઝન આવ એટલ કોલ્ડ સ્ટોરેજ વાળા અને ખેડૂતોન વોંસની ટોપલીઓ જોવ. અમારા વોંસફોડો બધા જીમ સગવડ થાય ઈમ વોંસ લાવ અને ટોપલીઓ બનાઈન ડીસા બજારમોં જઈન વેપારીઓન વેચ.

અમારા નાતનો એક સોકરો આવી દુકોનમોં નોકરી કર એક દાડો ઈને કીધુ ક. ‘તુ ઓમ ટોપલીઓ ચો હુદી બનાયા કરે? ઈના કરતા ટોપલીઓ હોલસેલમાં વેચવાનો ધંધો કર’

વિચાર હારો હતો પણ પાહેણ પૈસા ચો હતા?

મહેશભાઈએ (VSSMના કાર્યકર) અમન અમારા ઓળખના આધારો બાધારો કાઢી આલવામાં ઘણી મદદ કરેલી. પાસુ સંસ્થા લોન આલ એવી મન ખબરેય. મે ઈનમ કીધુ અન ઈમને પહેલીવારની વીસ અન પસી ચાલીની લોન આલી.

મે મારા હગાવાલાએ બનાયેલી ટોપલીઓ લોનની રકમમોથી ખરીદી. એ લોકોન બજાર વેચવા જવાનુ મટ્યું અને મુ હોલસેલમાં એક હારે હો બસો નંગ વેચું એટલ મનય વકરો હારો થવા માંડ્યો એક ટોપલીએ મન દસ થી વીહ રૃપિયાનો ફાયદો થાય.

પાસુ મુયે ટોપલીઓ તો બનાવું જ. ઓંમ હારમ હારો ફાયદો થ્યો’

ડીસામાં રહેતા ફુલાભાઈ ડીસામાં આયોજીત અમારી લોકસંગઠનની બેઠકમાં અચાનક મારી સામે આવ્યા અને પોતાની સાફલ્યગાથા વર્ણવી અને કહ્યું, મારે હજુ લોન જોઈએ છે. અત્યાર સુધી પોતાના સગાવહાલા પાસેથી ટોપલીઓ ખરીદતા ફુલાભાઈને એક વિચાર આવ્યો છે વાંસ ખરીદવાનો અને એ પણ સીધા આસામથી.

તેમના કહેવા પ્રમાણે, વાંસફોડાવાદી સ્થાનીક લાટીમાંથી વાંસ ખરીદે તો મોંધો પડે. પણ આસામથી ગાડી મંગાવે તો સસ્તો પડે. વળી અહીંયા લોકો આર્થિક સગવડ થાય એમ વાંસ લાવે.

તેઓ કહે, ‘મુ ટોપલીઓ એમની પાહેથી લઉ સુ ઈમ વોંસ ઈમન આલુ એ પણ સસ્તા ભાવે તો ઈમન ન મન બેયનો ઘણો ફાયદો થાય’

વિચાર ઉત્તમ છે. આ લોકોની નાનકડી મંડળી બનાવવાનો પણ વિચાર આવ્યો છે. ફુલાભાઈની લોનથી તરક્કી ઘણી થઈ છે. હા છાપરામાંથી પાક્કા ઘરમાં જવા માટે મોટો ધંધો કરવો પડશે એવું એ કહે છે.

આર્થિક સદ્ધરતા આવી તો ઘરમાં સોલાર લાઈટ આવી અને બાળકો નિશાળ જતા પણ થયા.

ફુલાભાઈને ભવિષ્ય સુંદર બને તેની શુભેચ્છા..

લખ્યું છે એ બધુયે એ વિડીયોમાં બોલ્યા છે. તેમની સાથેના ફોટો તેમની સ્થિતિ સમજવા ખાતર..

વીડિયો જોવા યુટ્યુબની લિંક પર જઈ શકો છો અને યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા વિન્નતી

#vssm #mittalpatel #મિતલપટેલ #વિચરતા #વિમુક્ત #ગુજરાત #મીર #બનાસકાંઠા #Nomadic #Denotified #gujarat #mir #banaskantha #ngo #social #mir #family #nomad

No comments:

Post a Comment