Tuesday, October 08, 2019

Collector Shri K Rajesh realise his dream of alloting residential plots to 500 nomadic families this Diwali...

Mittal Patel with the nomadic families of Surendranagar
“This Diwali we want to gift 500 families “a permanent address”, will you ask Harshad to work a little extra for that!!!”

When a District Collector says so, one does feel grateful and overwhelmed  at the same time.

The current living condition of nomadic families
After years of working with the authorities I have come to understand that even if one has the authority and capacity to give; if the sensitivity, will and priority are missing  the giving does not happen.

I always say be it happiness or material things the more you share the more you gain.

Who am I, where do I come from... the loss of identity and the constant struggle to establish it exhausts  the nomadic and de-notified families. It is a biggest gift to give them a place from where they are never threatened to leave. May the receiver and provider of this happiness always remain blessed.

The nomadic families thanking
Shri Rajesh for all he has done to ease
their survival struggles
In the past, I have often written about the tremendous work done by the District Collector of Surendranagar Shri K. Rajesh. His work is so exemplary that a mention here every couple of days wouldn’t be enough.

During my interactions with the senior government officials I often convey, “Why not include ‘compassion, sensitivity and care’  along with the ‘law and enforcement’ in the training modules for the government officials!!” The response I receive with a smile is, “That too is part of the curriculum, but it also depends upon the individual receiving the training.”

And that is true too. It all depends upon the individual at the helm of the affairs. Sensitivity, empathy, compassion can’t be taught, but are ingrained from early childhood. Parents, teachers, extended family members have an important role to play here. The African proverb “It takes village to raise a child!!” seems apt to quote here. It is a social and collective responsibility to raise children who are caring towards the needs and feelings of their fellow humans.

The world would definitely be a better place when that happens. Utopian indeed. And officers like K Rajesh are trying their bit to create that utopian world. And that is something to cheer about.

“Ben, we haven’t seen an officer like this. We feel as if he is one of us. He stops his car to inquire about our well-being!!” Khedapji Salat shared while I was on my way to Morbi. 9 families here have been allotted residential plots by Shri Rajesh’s administration.  Trust me when a nomad feels the person seems like his/her own, it calls for a celebration.

Well, we are going to work really hard to help Shri K. Rajesh realise his dream of allotting residential plots to 500 families this Diwali.

“Until you are in charge of Surendranagar, we can breathe a sigh of relief!!” we feel like conveying this to Shri Rajesh with our pranams. He is living the lines, “Vaishnavjan to tene kahiye….”

In the picture – the nomadic families thanking Shri Rajesh for all he has done to ease their survival struggles, the shanties they call home and for the deep affection I hold for them.

 Shri 'દિવાળીની ભેટમાં ૫૦૦ પરિવારો ને પોતાનું સરનામું આપવું છે. તમે હર્ષદને(અમારો કાર્યકર) એ માટે વધુ મહેનત કરવા કહેશો...'
એક કલેક્ટર આવું કહે એ ઘડી ધન્યતાની..
આપવાની સત્તા, ક્ષમતા બેય હોય પણ લાગણી સભર સંવેદના અને પ્રાથમિક્તા હોય નહિ તો આપી શકાતું નથી. એ અનુભવે સમજી છું.

હંમેશા બધે કહેતી હોવું છું વહેંચવાથી વધે એ પછી વસ્તુ હોય કે ખુશી...
હું કોણ, ક્યાંનો એ ઓળખની મથામણ વચ્ચે જીવતા વિચરતા પરિવારોને સરનામું એ પણ કાયમી, જ્યાંથી કોઈ એને ખાલી ના કરાવે એ આપવું એ સૌથી મોટી સુખરૂપ ભેટ.
આ સુખ આપનાર અને લેનાર બેય પક્ષને સાતા પહોંચાડે..

સુરેન્દ્રનગર કલેકટર શ્રી કે. રાજેશ માટે મે અગાઉ પણ ઘણું લખ્યું છે. પણ વારે વારે લખવાનું મન થાય એવા ઉમદા કામો એમના થકી થઈ રહ્યા છે.
સરકારમાં ઉચ્ચ સ્તરે બેઠેલા અધિકારીઓ સાથે જ્યારે પણ વાત થાય ત્યારે હંમેશા કહેતી હોવું છું અધિકારીઓની તાલીમમાં કાયદા કાનૂન તો તમે શીખવો છો પણ એમાં લાગણી, સંવેદના પણ શીખવો... જવાબમાં એ લોકો સુંદર સ્મિત સાથે કહે,
'અમારા સિલેબસમાં એ છે જ પણ એ દરેક વ્યક્તિ પર નિર્ભર છે...'

વ્યક્તિ પર આધારિત વાળી વાત સો ટકા સાચી.. કોઈ યુનિવર્સિટી લાગણી શીખવી શકે નહિ, એ ભીતરમાં પડ્યું હોય તો આપો આપ ઊગી નીકળે. કદાચ માં - બાપ અને પરિવાર એ સંસ્કારમાં અગત્યની ભૂમિકા ભજવી શકે.. બાકીનું કામ શિક્ષકગણ પૂરું કરે તો દુનિયામાં વૈમનસ્ય ના રહે. ચોતરફ પ્રેમ અને કરુણાનું વાતવરણ નિર્માણ પામે. બીજાની તકલીફ મને પણ પીડે..

ખેર ઘણા કહે આ તો આદર્શ પરિસ્થિતિની વાત થઈ..
પણ એ આદર્શ કે. રાજેશ જેવા પ્રેમાળ કરુણાસભર માણસોમાં જોઈને રાજીપો થાય..

આજે મોરબી જતાં ખેડપજી સલાટ કે જેમના નવ પરિવારોને કલેકટર શ્રી એ રહેવા માટે પ્લોટ ફાળવ્યા એમની સાથે વાત થઈ એમણે કહ્યું, 'બેન આવા અધિકારી આજ સુધી નથી દીઠા અમારા જેવા ગરીબ માણસોને જુએ તો ગાડી થોભાવી અમારી ખૈરિયત પૂછે... જાણે અમારો જ માણસ જોઈ લ્યો...'

એમનામાં એક હોવાનું પ્રમાણપત્ર વિચરતી જાતિના પરિવારો આપે મારે મન આ કોઈ એવોર્ડથી ઓછું નથી. .

ખેર કલેકટર શ્રી નું ૫૦૦ પરિવારોને પ્લોટ ફાળવવાનું સ્વપ્ન સાકાર કરવા અમે મથીશુ.. અને કે રાજેશ ને એટલું કહેવાનું મન જરૂર થાય કે તમે છો એટલે મને સુરેન્દ્રનગરમાં નિરાંત છે.

વૈષ્ણ વજનની વાત ને સાર્થક કરનાર કે રાજેશ ને પ્રણામ..
ફોટોમાં વિચરતી જાતિના પરિવારોએ નેતાને હાર પહેરાવી સન્માન કરે એમ નાનકડા પણ પ્રેમ ભર્યા ફૂલહારથી કલેકટર શ્રીનું સન્માન એમની તકલીફ હળવી કરવા બદલ કર્યું.

જે છાપરામાં એ લોકો રહે છે એ અને એમની સાથેના નોખા પ્રેમના હકથી હું એમની સાથે... વીડિયોમાં પોતાની લાગણી ખેડપજીએ વ્યક્ત કરી...
#Mital_Patel #VSSM #residential_plot #human_rights #empathy #compassion #Nomadic_tribes #nomads #salat

No comments:

Post a Comment