Mitaal Patel with Lalabhai Raval and our VSSM co-ordinator Naran Raval |
“The floods took along everything we owned, not even a spoon was spared. VSSM helped me through the extremely difficult times, you advised me to give up the habit of eating gutka and transformed my life for better. There was a time I felt how will I ever overcome such hard times, how will I survive? But look at me now, I am capable of giving employment to 5-7 people!” This statement always comes forth when we think about Umri’s Lalabhai Raval, a person who personifies hard work humility and generosity.
Lalabhai Raval's condition after floods |
Within a span of 1.5 years, Lalabhai now owns 55 cattle. He sells milk worth Rs. 1.5 lakhs and his life has changed only for better. His hard work and compassion is further reflected in his generosity towards others. Lalabhai makes a monthly donation of Rs. 2000 to VSSM so that more individuals like him can be helped. He is now an inspiration to others.
Individuals like Lalabhai are a blessing to the society and their inspiring deeds should be honoured and stories need to be told to the society.
On 25th March, 2019, in a program organised to honour and appriciate the individuals who have been part of the Swavlamban program, we felicitated Lalabhai with a congratulatory letter and cash of Rs. 5000. However, the person that he is Lalabhai added Rs. 500 to the amount and returned the cash amount to VSSM.
Lalabhai Raval accepting the letter of honour |
It is Kanubhai who introduced us to Lalabhai and Naran who constantly thinks about these families.
In the picture – Lalabhai accepting the letter of honour, his condition after the floods
લાલાભાઈ #રાવળ
#બનાસકાંઠાના ઉમરીમાં રહે, એમનું એક વાક્ય બરાબર યાદ રહે,
'2017ના પુરમાં મારુ બધીયે તણાઈ ગયું. એક ચમચી પણ નહોતી બચી. પણ સંસ્થાની મદદ અને પડીકી ખાવાની આદત તમે કહીને મે છોડી એ પછી મારા જીવનમાં ઘણો સુધાર આવી ગયો. એક સમય હતો જ્યારે મને થતું તું કે હું શું કરીશ, કેવી રીતે જીવીશ અને અત્યારે હું પાંચ, સાત માણસોને કામ આપી શકુ એવી ક્ષમતા ધરાવું છું.'
લાલાભાઈની આખી વાત ફેસબુકના આ પેજ પર પહેલાં લખી છે એટલે વધુ વાત નથી કરતી. પણ સંસ્થામાંથી મળેલી લોને એમને હિંમત આપી ને પોતાની કોઠાસૂઝ તો હતી જ.
દોઢ જ વર્ષમાં લાલાભાઈ 55 નાના મોટા ઢોરનો માલીક બની ગયા. મહિને દોઢ લાખનું દૂધ ભરાવતા થઈ ગયા.
જીવન સાવ બદલાઈ ગયું. આજે લાલાભાઈ બધા માટે ઉદાહરણરૃપ બની ગયા.
લાલાભાઈ સંસ્થાને માસીક રૃા.2000 ડોનેશન આપે.
આવા લાલાભાઈનું તા. 25 માર્ચના રોજ VSSMમાંથી લોન લઈને બે પાંદડે થયા હોય તેવા તેમજ સંસ્થાને નિયમિત ધર્માધુ એટલે કે અનુદાન આપતા હોય તે કેટેગરીમાં સન્માન કરવામાં આવ્યું.
લાલાભાઈને અભીવાદન પત્રની સાથે રૃા. 5000 નો કેસ એવોર્ડ પણ આપવામાં આવ્યો. પણ લાલાભાઈએ એ કેસની રકમમાં બીજા 500 ઉમેરી સંસ્થાને પરત આપ્યા.
પેલું વિધાન મારાથીયે ગરીબને મદદ કરજોની વાત તેઓ બરાબર કહે છે.
આવા લાલાભાઈનો પુર પછી પરિચય કરાવનાર કનુભાઈ સંસ્થાના અચ્છા શુભેચ્છક..
કાર્યકર નારણની આ બધા પરિવારો માટે ચિંતા તો મોખરે...
લાલાભાઈ અત્યારે સંસ્થાના તમામ લોનધારકોના આદર્શ બન્યા છે.
કાર્યક્રમ પછી કેટલાયના ફોન આવ્યા ને બધાયે કહ્યું લાલાભાઈ જેવા બનવું છે. સૌની મનોકામના પૂર્ણ થાય તેવી કુદરતને પ્રાર્થના...
ફોટોમાં લાલાભાઈ સન્માનપત્ર લેતા, તેમની પુરની સ્થિતિ વખતનો ફોટો અને તેમની હાલની સ્થિતિની નાનકડી ફિલ્મ...
#MittalPatel #VSSM #Raval #NomadicTribes #Denotified_Triebs #economic_Upliftment #econimic_condition #Finance #banking #empathy #changemaker #NomadsOfIndia #Empathy #ChangeMaker #Pathetic #OneSolution #Solutions #TheSocialWarrior #socia_Economic_Upliftment #Swavlamban
No comments:
Post a Comment