Thursday, October 20, 2016

Why government can't listen the Bharthari's Music of pain...?

In the past the Bharthari community had a special role to play. Their music heralded the arrival of a child, families would host these folk musicians and singers to sing lullaby to their newborn babies. In return they were showered with rewards in cash and kind. Over the decades this ritual became insignificant and eventually ceased to be performed.  Today the Bharthari dosing occasionally to the music of their Ravanhatta or Ektara but that is to beg.  For centuries this community has led a nomadic lifestyle, finding shelter under the shades created by the sarees and clothes given to them, a shelter that was barely enough to protect them from the extremities of the elements.
Sadly though the Bharthari community does not find mention in the official list of nomadic and de-notitifed communities. And our countless appeals and requests to the ministers, policymakers and authorities to make amends to  the almost ancient list of nomadic and de-notified communities  that the government refers to all the time have failed to achieve any concrete results. It is as if we are talking to the people who have decided not to listen to the relevance of any such constructive suggestions!!!
Since the Bharthari are not considered to be nomads they also do not feature in the BPL list and since they do not feature in the BPL list they aren't entitled to receive any plot or housing assistance from the government.  Every visit to the Bharthari settlement has just one chorus, “Ben, when will we have a house??” We remain quite because we are helpless and have no answers to their pleas. How many times do we explain that the government is not listening!!!
Recently VSSM team is conducting the research on problems of Bharathri community of Gujarat and it’s in concluding phase, as a part of this research VSSM team member Tohid has organised a meeting of bharatharis of 3 Districts; Mahesana, Banaskantha and Sabarkantha at Vagda village. While our helplessness to address these repeated requests pains us deeply, the music created by Jethakaka invariably soothes our souls in one another meeting of Bharatharis in Rantila of Banaskantha. 

In Video: A glimpse of Jethakaka singing a bhajan to the string of Ravanhatta in the nomadic settlement of Rantila in Banaskantha. (see this link : https://www.youtube.com/watch?v=tB8Z0RnIVZA) 

ભરથરી રાવણહથ્થા પર ભજનો વગાડીને લોકોનું મનોરંજન કરનારા. આમ તો બાળકનો જન્મ થાય એટલે ભરથરી હાલરડુ ગાવા આવે..સદીઓથી વિચરતું જીવન જીવનારા ભરથરી પાસે લોકો ભજનો ગવડાવે અને બદલામાં પોતાની જુની સાડી આપે. આ સાડીમાંથી તે પોતાનું ઘર બનાવે. જેમાં ટાઢ, તડકો કે વરસાદેય ના રોકાય. પણ માથે એક છાપરું હોવાનો તેમાં અહેસાસ હોય.આવા ભરથરી જેઓ સદીઓથી વિચરતુ જીવન જીવ્યા છે પણ રાજ્ય સરકાર તેમને વિચરતી જાતિ નથી ગણતી એટલે તેમનો સમાવેશ વિચરતી જાતિની યાદીમાં નથી. 


ઉત્તર ગુજરાતમાં વસતા તમામ ભરથરીની ઈચ્છા પોતાનું ઘર બને તેવી છે પણ બી.પી.એલ.યાદીમાં તેમના નામ નથી અને સરકાર તેમને વિચરતી ગણતી નથી એટલે અત્યંત દયનીય સ્થિતિમાં રહેતા હોવા છતાં તેમને પ્લોટ મળતા નથી. જેટલી પણ વસાહતમાં જઉ તેમની વિનવણી હવે ઘર મળે એમ કરો બેન તેવી હોય છે. પણ અમે સૌ લાચાર બની જઈએ છીએ.. કેટલી રજૂઆતો આ માટે કરી છે પણ સરકાર જાણે બહેરી થઈ ગઈ છે કે એને સાંભળવું જ નથી. સમજાતું નથી.

હાલમાં VSSM ટીમ ગુજરાતના ભરથરી સમુદાય પર સંશોધન કરી રહી છે જે તેના અંતિમ તબક્કામાં છે અને હવે તેનો રીપોર્ટ થોડા દિવસોમાં સરકારને આપવા જ જઈ રહી છે. તેના ભાગ રૂપે કાર્યકર તોહીદ ધ્વારા ભરથરી સમુદાય જે સમસ્યાનો સામનો કરી રહ્યું છે એ તમામ સમસ્યાઓનો ઉકેલ આવે એ માટે વાગદા ગામમાં મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ ૩ જીલ્લાઓના ભરથરી સમાજના લોકો ભેગા મળ્યા અને બનાસકાંઠા જીલ્લામાં યોજાયેલ મીટીંગમાં જેઠાકાકાએ રાવણહથ્થો વગાડતા વગાડતા ભજનો ગાયા તેની ટૂંકી ઝલક (વિડીયોમાં બનાસકાંઠાના રાંટિલાની એક મીટીંગમાં જેઠાકાકાનું ભજન રાવણહથ્થા પર) (વિડીયો જોવા માટે આ લીંક પર ક્લિક કરો : https://www.youtube.com/watch?v=tB8Z0RnIVZAhttps://www.youtube.com/watch?v=tB8Z0RnIVZA)

No comments:

Post a Comment