18 nomadic families have been residing in Ratila village of Banaskantha’s Diyodar block for a few years now. The names of 14 of these 18 families have been included in the BPL list but the government would not allot them residential plots. The government had pledged that all the families falling under the BPL list who do not have residential land or home will be alloted with one soon and yet these 14 families did not benefit from it. As we discovered later, the basic reason for this being the resistance of the villagers against allowing these families to make Ratila their home. After 2 years of relentless efforts, making all the required presentations and drawing attention of the district collector on the issue, the decision to take mandate of the land committee was reached.
The moment the talk of taking a mandate of the land committee became afloat the sarpanch took up a signature campaign against allowing the Kangasiya to settle in their village. He presented this letter of opposition to the concerned authorities. Ironically, one of the reasons cited in the letter for not allowing these families in the village is that they are wealthy families owning big grocery stores and fertile farm land in Rajasthan, properties in Dantiwada etc etc. Also mentioned was that the reason for allowing the allocation of ration cards with Ratila village address was because they understood the villagers were very poor so a ration card will allow them access free ration from the government but to allow them permanent residency to the village by sanctioning plots for them was absolutely not permissible. The families own the mentioned properties so residential plots in Ratila village should not be sanctioned. How come they are considered poor when these families own shops (assumed by villagers of Ratila) in village??
As always we fail to understand the attitude of the community in general. What difference would it make if 10-15 families make their village a permanent home??? The names of these nomadic families were included in the BPL list only when the government officials found them to be extremely poor why else would their names feature in a BPL list?? They were extremely poor a few years back and now suddenly they have become rich!! If the stance of the Panchayat is correct than that of the officials is wrong and if the officials are are right than the Panchayt is wrong and the application made by them should be rejected straightaway.
The TDO has ordered an inquiry in the issue. How long the will the resistance against the settlement of these nomadic families continue is a difficult question to answer. If these families owned so many properties why would they beg to the government for a mere 25 sq. mt plot in a village like Ratila??? Also why would they stay in the conditions revealed in the pictures below if they had so much of riches??
ગુજરાતીમાં અનુવાદ...
આટલી બધી મિલકત હોય તો આ પરિવારો ફોટોમાં દેખાય છે એવી સ્થિતિમાં શું કામ રહે?
બનાસકાંઠાના દિયોદર તાલુકાના રાંટીલાગામમાં વિચરતી જાતિના ૧૮ પરિવારો રહે જેમાંથી ૧૪ પરિવારના નામ BPL યાદીમાં પણ આ પરિવારોને સરકાર દ્વારા રહેણાંક અર્થે પ્લોટ ફળવાયેલા નહિ. રાજ્ય સરકારનો સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતો સંકલ્પ કે BPL યાદીમાં હોય અને જેમની પાસે રહેવાં પ્લોટ કે ઘર નથી તેમને પ્રાથમિકતા આપીને પ્લોટની ફાળવણી કરવી પરંતુ, કમનસીબે રાંટીલામાં રહેતાં વિચરતી જાતિના આ ૧૪ પરિવારોને પ્લોટ ફળવાયા નહિ. મૂળ તો આ પરિવારોને પોતાના ગામમાં નહિ વસાવવાની ઈચ્છાના કારણે જ આ પરિવારો રહી ગયા. છેલ્લાં બે વર્ષથી સતત આ મુદ્દા પર અરજી કરી, કલેકટર શ્રીનું ધ્યાન દોર્યું ત્યારે જતાં આ પરિવારોએ પ્લોટ આપવાની વાત પર લેન્ડ કમિટીમાં નિર્ણય કરવાની વાત આવી.
લેન્ડ ક્મીટીમાં આ પરિવારોને પ્લોટ આપવાની વાત આવી એટલે ગામના સરપંચે આ પરિવારોમાંથી કાંગસિયા પરિવારોને પ્લોટ નહિ આપવા બાબતની ગામના લોકોની સહી સાથેની અરજી કરી. જેમાં આ પરિવારો ધનાઢ્ય હોવાની વાત લખી. ગામમાં મોટી દુકાનો, રાજસ્થાનમાં નહેરના કિનારે મોટી ખેતીવાડી, દાંતીવાડા કોલોનીમાં ઘર વગેરે વગેરે.. વળી એમણે એમ પણ લખ્યું કે, ‘આ પરિવારોને અમે ગરીબ ગણી એમને અનાજ મળે એટલે એમને અમે રેશનકાર્ડ આપ્યાં હતાં પણ એ લોકોએ આ ગામમાં કાયમ રેહવા પ્લોટ માંગ્યા છે જે બિલકુલ યોગ્ય નથી. એમની પાસે તો ઉપર જણાવી છે એ મિલકતો છે એટલે એમને પ્લોટ ના આપવા.’ જો ગામમાં એમની પાસે મોટી દુકાનો હતી તો (જે નથી) તો તમે એમને ગરીબ કેમ ગણ્યા?
કેવી માનસિકતા. વિચરતી જાતિના ૧૦ પરિવારો ગામમાં રહી જાય તો ફેર શું પડે પણ?? વળી રાંટીલામાં રહેતાં આ પરિવારો તો વર્ષોથી આ ગામમાં સ્થાઈ રહે છે એટલે જ એમની સ્થિતિ જોઇને આજ પંચાયતે એમના નામ BPL યાદીમાં લીધા હતાં હવે અચાનક આ પરિવારો આર્થિક રીતે સદ્ધર થઈ ગયા! જો પંચાયત સાચી છે તો BPL યાદી ખોટી થઇ? અને આ યાદી તૈયાર કરનાર પંચાયત સામે કડક કાર્યવાહી થાય અને BPL યાદી સાચી હોય તો પંચાયતના આવા ઠરાવનો પ્રતિષેધ થવો જોઈએ..
TDO શ્રીએ યોગ્ય તપાસનો આદેશ આપ્યો છે પણ આ પરિવારોના વસવાટનો વિરોધ ક્યાં સુધી થશે એ મોટો પ્રશ્ન છે... આટલી બધી મિલકત હોત તો આ પરિવારો સરકાર પાસે ૨૫ મીટરના પ્લોટની ભીખ શું કામ માંગે? અને એ પણ રાંટીલા જેવા ગામમાં!! અને ફોટોમાં દેખાય છે એવી સ્થિતિમાં પણ શું કામ રહેત?
No comments:
Post a Comment