Sunday, August 17, 2014

Jara Hath tum badhao kya kuchh hai kar dikhana...khwabo ko sach banana..


8 families from Dafer community have been staying in Nagra village of Surendranagar’s  Wadhwan block since many years. The villagers have accepted these families as part of their village. Houses for these families were constructed from the funds mobilised during the Ramkatha discourse  by Shri. Moraribapu for the nomadic and de-notified tribes. The current issue these families face is that of livelihood. Work in the village is available till the agriculture season is in progress after that finding employment in the village or around it becomes difficult. The families have been struggling to find alternate sources of employment and Sajanben has set the ball rolling. 


Sajanben wished to set up a small kiosk to sell provisions,  next to her home. She requested VSSM to lend her Rs. 10,000 as a start-up fund. She bought an old kiosk from a fellow villager and some goods to trade from the loan given by VSSM. It has been a month since she initiated the shop and business has been good, she is able to make a profit of Rs. 130-150 daily, she has also repaid Rs. 700 from the money she has borrowed from VSSM. Looking at her success other Dafer men have also requested funds to begin work in area of their interest. VSSM plans to support these requests with as and when funds are available. 


Dafers are considered to be tribe of looters and thieves. The police still views them as criminals where as the villagers always trust them to be the best guards to protect their farm and village boundaries. They trust no other community with this job. But when it comes to making room for them to allow permanent the same villagers shy away!!! We have been struggling to construct a settlement for the Dafers in Gujarat but have still haven’t been able to realise this desire!  Wishful thinking, is it???


Sajanben with her kiosk and homes constructed by VSSM.


સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામમાં ડફેર સમુદાયના ૮ પરિવારો વર્ષોથી રહે છે આ પરિવારોના વસવાટ સામે ગ્રામજનોને કોઈ આપત્તિ નથી. પૂજય મોરારીબાપુએ વિચરતી જાતિ માટે રામકથા કરી હતી એ વખતે આ સમુદાયના પુનરુત્થાન માટે એકત્રિત થયેલા અનુદાનમાંથી આ પરિવારોના ઘરો બંધાયાં છે. હવે પ્રશ્ન રોજગારીનો છે. ગામમાં ખેત મજૂરી ચાલે ત્યાં સુધી આ પરિવારોને કામ મળે..પણ એવો પણ કેટલોક સમય છે જેમાં એમને કામ વગર બેસવું પડે. હવે તેમને નવા વ્યવસાય શોધી એમાં જોડાવું છે. જેની શરૂઆત સજનબેનથી કરી છે.

સજનબેન ડફેરે તેમના વસવાટની નજીક જ એક દુકાન શરુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને એ માટે એમણે આપણી પાસે રૂ. ૧૦,૦૦૦ની લોનની માંગણી કરી. એમની કામ કરવાની ધગશ જોતા આપણે એમને લોન આપી જેમાંથી એમણે ફોટોમાં દેખાય છે એ જૂની દુકાન ગામના જ કોઈ ભાઈ પાસેથી ખરીદી અને થોડા ઘણા પૈસાનો સમાન લાવ્યા. જે ફોટોમાં જોઈ શકાય છે. એમની દુકાન શરુ કરે એક મહિનો થયો. એ રોજના રૂ.૧૩૦ થી રૂ.૧૫૦ કમાઈ લે છે. એમણે હમણાં સંસ્થા પાસેથી લીધેલી લોનનો પહેલો રૂ.૭૦૦ નો હપ્તો પણ જમા કરાવ્યો. સજનબેનને જોઇને બીજા કેટલાક ડફેરભાઈઓએ પણ પોતાને અનુકુળ પડે એવા વ્યવસાય માટે લોનની માંગણી કરી છે. આ સંદર્ભે આપણને જેમ જેમ અનુદાન મળતું જશે એમ એમ આપણે વિચરતા સમુદાયને મદદરૂપ થયા કરીશું. 

મૂળ તો ડફેર સમુદાયની છાપ ગુનેગાર તરીકેની.. પછી ભલેને એ મહેનત કરીને જિંદગી કેમ ના જીવતા હોય.. પોલીસ તો એમને ગુનેગાર ગણે પણ સમાજ પણ એમને એ નજરે જ જુએ.. વળી આ બધામાં વિરોધાભાસ તો ત્યારે લાગે કે, ગુનેગાર ગણવામાં – માનવામાં આવતી આ જાતિ ઉપર સીમરખોપા માટે ગ્રામજનો સૌથી વધારે ભરોશો મુકે અને એ માટે એમને ગમે ત્યાંથી શોધી લાવે. પણ પોતાના ગામમાં કાયમી વસવાટ માટેની વાત આવે ત્યારે આજ ગ્રામજનો ચોખ્ખી ના પાડે. ગુજરાતમાં ડફેર પરિવારોની એક વસાહત બને એ માટે અમે કેટલાય વખતથી કોશિશ કરી રહ્યા છીએ પણ હજુ એમાં સફળ થયા નથી. આ પરિવારોને હવે સ્થાઈ થવું છે પણ કોણ જાણે હજુ કેટલા વર્ષો લાગશે.

ફોટોમાં પોતાની દુકાનમાં બેઠેલા સજનબેન અને નગરામાં vssm દ્વારા બંધાયેલા ઘરો જોઈ શકાય છે.

No comments:

Post a Comment