Friday, September 20, 2024

VSSM is grateful to all well-wishers who have been instrumental in decorating the earth with natural green foilage...

Mittal Patel with others going to crematorium with tree 
saplings

 We all reached the crematorium, that too, dancing to the tunes of the DJ..

This usually is not the way to go to a crematorium. Of course, when the elders die, in some communities there is a tradition of taking the body to the crematorium with drums playing. Even though, there is no such tradition in Detalduva, everyone was going to the crematorium dancing. All, including women, children, elders were going dancing to a cremation ground. 

The leaders of the village and sarpanch approached us and said, "This is the first time that this type of event is taking place in our village. But this should happen everywhere!!" What was the event that the whole village was rejoicing? It was a unique procession, that too of VRIKSHDEV!! Every one from village, big and small, joined this procession right from the village outskirt. Everyone had the tree in hands. Continuously dancing, all reached the crematorium where 10,000 trees were planted.

This Gramvan will be developed with the help of Village and Parikh Foundation. VSSM is proud, becoming instrumental in this mission. VSSM volunteers will take care that this Graamavan grows and developes properly. Currently, two Vrikshamitras (friends of trees) are hired who will take care of the trees on a regular basis. 

Our team of Banaskantha district consisting of Naranbhai, Ratnaabhai, Maheshbhai, Joraabhai and Hareshbhai work hard to make sure all the trees grow. These types of missions are accomplished only because of such a strong and dedicated team.

We truly rejoice and are proud that we have planted more than 1 million trees and they all are growing!

We are grateful to all well-wishers who have been instrumental in decorating the earth with natural green foliage. 

Thanks to Parikh Foundation for helping plant 10,000 trees in Detalduva... Wish more people will join, participate in such type of unique mission.....

અમે સૌ સ્મશાનમાં પહોંચ્યા એ પણ ડી.જે.ના તાલે નાચતા નાચતા..

સામાન્ય રીતે સ્મશાનમાં આ રીતે જવાનું થાય નહીં. હા કેટલાક સમાજોમાં વડિલોનું મૃત્યુ થાય તો ઢોલ વગાડતા વગાડતા મૃતદેહને સ્મશાનમાં લઈ જવાની પરંપરા પણ દેતાલડુવામાં આવી કોઈ પરંપરા નહીં 

છતાં સૌ નાચતા નાચતા સ્મશાનમાં જઈ રહ્યા હતા..વળી પાછા બહેનો, બાળકો, મોટાઓ સૌ કોઈ સ્મશાન તરફ જઈ રહ્યા હતા. સરપંચ ને ગામના આગેવાનોએ આવીને કહ્યું, અમારા ગામમાં આવુ પહેલીવાર થઈ રહ્યું છે. પણ આ થવું જોઈએ...

શું થઈ રહ્યું હતું જેનો હરખ આખા ગામને હતો?

નીકળી હતી શોભાયાત્રા એ પણ વૃક્ષદેવની. ગામના દરેક નાના મોટા સૌ આ શોભાયાત્રમાં જોડાયા. ગામના પાદરેથી સૌના હાથમાં વૃક્ષો હતા ને નાચતા નાચતા સૌ પહોંચ્યા સ્મશાનમાં જ્યાં 10,000 વૃક્ષોનું સ્થાપન થયું.

મુંબઈથી પરીખ ફાઉન્ડેશને આ વૃક્ષો વાવી ઉછેરવા આર્થિક સહયોગ કર્યો. પરીખ ફાઉન્ડેશનની ટીમ ખાસ મુંબઈથી આ કાર્યક્રમ માટે આવી. આદરણીય સૌનકભાઈ ને ટીમ ગામનો હરખ જોઈને રાજી થયા.

સ્મશાનમાં વૃક્ષનું પુજન થયું ને પછી એનું સ્થાપન..

ગામ અને પરીખ ફાઉન્ડેશનની મદદથી આ ગ્રામવન ઊભું થશે. VSSM આ કાર્યમાં નિમિત્ત બન્યું એનો હરખ.. ત્રણ વર્ષ સુધી VSSMના કાર્યકરો આ ગ્રામવન બરાબર ઉછરે એનું ધ્યાન રાખશે.

હાલ બે વૃક્ષમિત્રો - પગારદાર માણસો રાખ્યા છે જે વૃક્ષોનું જતન કરશે. 

બનાસકાંઠાની અમારી ટીમ નારણભાઈ, રત્નાભાઈ, મહેશભાઈ, જોરાભાઈ, હરેશભાઈ સૌ વૃક્ષો ઉછરે એ માટે ખુબ મહેનત કરે. આવી મજબૂત ટીમના લીધે જ આ કાર્યો થાય.

અમે વાવેલામાંથી 1 મીલીયન વૃક્ષો ઉછરી રહ્યા છે એનો રાજીપો..

ને ધરતીમાને લીલુડો શણગાર ચડાવવામાં નિમિત્ત બનનાર સૌ સ્વજનોના અમે આભારી... 

દેતાલડુવામાં 10,000 વૃક્ષો વાવી ઉછેરવામાં મદદ કરનાર પરીખ ફાઉન્ડેશનનો આભાર... વધુ લોકો આ કાર્યોમાં સહભાગી થાય એવું ઈચ્છીયે...vssm #MittalPatel #TreePlantationDrive #TreePlantationCampaign #treecare


Villagers were present at tree plantation program

All are dancing to the tunes of villagers 

Mittal Patel, well-wishers, villagers going to crematorium
for tree plantation

Mittal Patel planted tree sapling

All the villagers were present at the tree plantation program

Villagers reached the crematorium, that too, dancing to
 the tunes of the DJ

Mittal Patel with the well-wishers at Detalduvaa tree 
plantation program

Mittal Patel at Detalduva tree plantation program

Mittal Patel and others planted tree saplings at detalduva
crematorium

Detalduva Gramvan will be developed with the help
of Village and Parikh Foundation














No comments:

Post a Comment