Tuesday, August 25, 2020

Our work defines us who we are!!

The Covid19 and its aftermath have created extraordinary circumstances in our lives. It has shaken us to the core. The lockdown imposed by the Government to control the virus from spreading further worsened the condition of daily wage-earning labourers. 

As always, VSSM chose to stand beside these poor families who most needed food and grains. The support we received from our well-wishing donors and friends helped us provide grain kits to thousands of families. The administration also remained proactive throughout the lockdown. The officials helped whenever requested their assistance, reaching with ration to the regions and families in need. 

The COVID brought us all together to battle our common enemy, we chose to stand beside each other and perform the role of a duty-bound citizen! There were no expectations or applaud that we were seeking. Nonetheless, the administration took note of our involvement. On 15th August our Independence Day, Patan and Banaskantha administration felicitated VSSM’s Mohanbhai and Naranbhai for their tremendous hard work. We are grateful to the Government for recognising these efforts. 

The applause is for each one of you who supported us reach the families in need. Always grateful for your trust in us and the support you provide. 

Our heartiest congratulations to Mohanbhai and Naranbhai. Each recognition and felicitation brings with it loads of responsibility, I guess we have a duty to carry the faith forward. 

વ્યક્તિ પોતાના કાર્યોથી ઊજળી...

કોરોનાનો કાળો કેર આપણે કોઈએ ઈચ્છયો નહોતો છતાં કોણ જાણે ક્યાંથી આવ્યો ને બધાની જિીંદગી હાલક ડોલક કરી નાખી..

સરકારે કોરોના ફેલાતો અટકે એ માટે લોકડાઉનનો રસ્તો અખત્યાર કર્યો. એ વખતે રોજે રોજ લાવીને કમાનારા પરિવારોની સ્થિતિ બહુ કપરી થયેલી..

VSSM તો હંમેશાં વંચિતોની સેવામાં કાર્યરત. આવા ટાણે એ પાછી શાને રહે.

સંસ્થા સાથે સંકળાયેલા શુભેચ્છકોની મદદથી હજારો લોકોને રાશન આપવામાં અમે નિમિત્ત બન્યા.. વહીવટીતંત્ર પણ ખડે પગે રહ્યું. અમે પણ જ્યાં સરકારની મદદ માંગી અમને મદદ મળી ક્યાંક તો આંગળી ચિંધી અને અધિકારીગણ રાશન સાથે ત્યાં પહોંચ્યા.

ટૂંકમાં ખભે ખભા મીલાવી આફતની ઘડીનો સામનો કરવાનું દેશના અદના નાગરિક હોવાના નાતે પોતાની ફરજના ભાગરૃપ સૌએ કર્યું.

આ બધુંયે કોઈ અપેક્ષા વગર અનાયાસે જ થયું.. પણ વહીવટીતંત્ર - સરકારે એની નોંધ લીધી.

15મી ઓગષ્ટ સ્વાતંત્રદિનની ઊજવણી નિમિત્તે પાટણ તેમજ બનાસકાંઠામાં કાર્યરત અમારા બે કર્મઠ કાર્યકરો મોહનભાઈ અને નારણભાઈનું સન્માન વહીવટી તંત્ર દ્વારા થયું.. આભાર તંત્ર..

આ સન્માન મદદ કરનાર સૌનું.. અમે તો આમાં નિમિત્તમાત્ર હતા. મૂળ તો આપે આપ્યું અમે તો ફક્ત વહેંચ્યું... આપની મદદ માટે આભાર..

સ્નમાન મેળવનાર મોહનભાઈ અને નારણને ઢગલો શુભેચ્છાઓ, દરેક સન્માન એક વિશેષ જવાબદારી પ્રત્યે સભાન કરે છે.. એ સભાનતા સાથે આ સન્માનનો સાદર સ્વીકાર..


Patan administration felicitated VSSM’s Mohanbhai for his tremendous
hard work

Banaskantha administration felicitated VSSM’s Naranbhai for his tremendous 
hard work


 

No comments:

Post a Comment