| Mittal Patel visits Bhanpur tree plantation site |
Bhanpur is a wonderful village.
In 2024, we had planted more than 5,000 trees in Chotasan village near Bhanpur, and they are growing beautifully. Seeing this, the people of Bhanpur invited us to plant and nurture trees on their village grazing land. The area selected for plantation was like a ravine, and the village spent a significant amount on clearing and preparing the land.
The villagers said, “God will truly love our village when birds and animals choose to live here in large numbers.”
Whenever a village is willing to work hard for such a cause, respected Pratulbhai Shroff of Dr. K. R. Shroff Foundation readily extends support. Together, KRSF and VSSM planted more than 5,000 trees in Bhanpur.
Laljibhai, a true nature lover from the village, took responsibility as the “Tree Friend” caretaker. He nurtures the trees like children. The village sarpanch Varshaben, her husband Bharatbhai, and the entire village community have remained extremely active in this effort.
If we nurture trees, rains will come, groundwater levels will improve, birds and animals will find shelter and shade, heat will reduce, and the balance of oxygen in the environment will improve. These are all long-term benefits.
But through the collective efforts of the village, KRSF, and VSSM, truly remarkable work has already begun.
ભાણપુર મજાનું ગામ.
અમે ભાણપુર પાસેના ચોટાસણ ગામમાં 5000 થી વધારે વૃક્ષો 2024માં વાવેલા જે સરસ ઉછરી રહ્યા છે. એ જોઈને ભાણપુર ગામે પોતાના ગામની ગૌચર જગ્યામાં વૃક્ષો વાવી ઉછેરવા આમંત્રણ આપ્યું. જ્યાં વૃક્ષો વાવવાના હતા એ જગ્યા કોતરો જેવી. ગામે એની સફાઈ માટે મોટો ખર્ચો કર્યો.
ગામ કહે, "ઈશ્વરને અમારુ ગામ ત્યારે પ્રિય લાગશે જ્યારે અમારા ગામમાં પશુ પંખીઓ મહત્તમ સંખ્યામાં રહેવા આવશે."
જે ગામ પોતે મહેનત કરવા તૈયાર હોય એવા ગામને ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના અમારા આદરણીય પ્રતુલભાઈ શ્રોફ મદદ કરે. KRSF સાથે મળી VSSM એ 5000 થી વધારે વૃક્ષો ભાણપુરમાં વાવ્યા.
વૃક્ષમિત્ર તરીકેની જવાબદારી ગામના વૃક્ષપ્રેમી લાલજીભાઈએ સ્વીકારી. વૃક્ષોની એ બાળકની જેમ માવજત કરે. ગામના સરપંચ વર્ષાબહેન અને તેમના ઘરવાળા ભરતભાઈ સાથે આખુ ગામ પણ એકદમ સક્રિય.
વૃક્ષો ઉછેરીશું તો વરસાદ આવશે, પેટાળ પાણીદાર થશે. પશુ પંખીને છાંયડો, ઘર મળશે. ગરમીમાં ઘટાડો થશે ને ઓક્સિજનનું સંતુલન સુધરે. આ બધુ લાંબાગાળાનું. પણ ગામ, KRSF ને VSSMના સહિયારા પ્રયાસથી ઉત્તમ કામ થયું.
| Bhanpur tree plantation site |
| Bhanpur tree plantation site |
| Bhanpur tree plantation site |
No comments:
Post a Comment